ટુવા એન્જીનિયરીંગ કોલેજ ખાતે 12મો વાર્ષિક મહોત્સવ ઉજવાયો

ટુવા,પંચમહાલ જીલ્લા શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત એન્જિનિયરિંગ કોલેજ ટુવા દ્વારા 12મો ભવ્ય વાર્ષિક મહોત્સવ યોજાયો હતો. એન્જિનિયરિંગ કોલેજ ટુવાના વાઇસ પ્રેસિડેન્ટ રાજેશ આર પટેલ, અલ્પેશ જે.પટેલ મેનેજિંગ ટ્રસ્ટી બી ફાર્મ કોલેજ રામપુરા, ડો.એસ.કે. છોટારાય ડિગ્રી પ્રિન્સિપાલ, રોહિત જોશી ડિપ્લોમા પ્રિન્સિપાલ, સુરેશ જૈન પ્રિન્સિપાલ બી ફાર્મ કોલેજ રામપુરાના હસ્તે દીપ પ્રજવલિત કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ બદલ ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા તથા રમત ગમત સંગ્રામ 2023 માં વિજેતા ખેલાડીઓને ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. બે દિવસના ભવ્ય વાર્ષિક મહોત્સવમાં ડાન્સ,ફેશન શો, સ્ટેન્ડ અપ કોમેડી, સિંગિંગ, ટ્રેનિંગ રિલ્સ જેવા કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. કાર્યક્રમનુ સમગ્ર સંચાલન પાર્થ સોની, ભાર્ગવી પટેલ અને કોલેજ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજના પાર્થ સોની, કેયુર સોની ભાર્ગવી પટેલ અને સમગ્ર કોલેજ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

Don`t copy text!