ગોધરા તાલુકાના કંકુ થાંભલા ગામ નજીક ડમ્પર ચાલકે બાઇક સવાર બે વ્યક્તિઓને અડફેટે લઈને અક્સ્માત સજ્યો

ગોધરા,ગોધરા તાલુકાના મોર ડુંગરા નવી વસાહત ગામે આવેલા ડેઝર ફળિયામાં રહેતા વિઠ્ઠલભાઈ નાયકા ગત એપ્રિલ માસની 21 તારીખે સાંજના સમયે બાઈક લઇને બળવંતભાઈ નાયકા અને બુધાભાઇ નાયકાને બેસાડીને કંકુ થંભલાં ચોકડી પર કપડાંની ખરીદી કરવા માટે આવી રહ્યા હતા. તે વેળાએ કંકુ થાંભલા ચોકડી નજીક સામેથી પૂરઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે બાઇક સવાર વ્યક્તિઓને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં વિઠ્ઠલભાઈ નાયકાને કમર તથા પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. જ્યારે બાઈક પર પાછળ બેઠેલા બળવંતભાઈ નાયકા અને બુધાભાઇ નાયકાને પગ તથા સાથળના ભાગે ફ્રેકચર થયું હતું. બીજી તરફ અકસ્માત સર્જીને ડમ્પરચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ત્યારે આજરોજ ગોધરા તાલુકા પોલીસમથકે ડમ્પરમાં નંબરના આશરે ફરિયાદ નોંધાવા પામી છે.

Don`t copy text!