ગોધરા,શ્રી સમસ્ત દશા શ્રીમાળી સોની જ્ઞાતિ સમાજ મહામંડળ (11 ગામ એકડા)ના પ્રમુખ શૈલેષભાઇ સોની, વડોદરા તેમજ શહેરા નિવાસી અને શહેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નારાયણભાઇ (નારૂભાઇ) સોની કે જેઓ દ્વીતીય અધિવેશનના ક્ધવીનર જણાવે છે કે,અગીયાર ગામ એકડા મહામંડળની સ્થાપના બાદ પ્રથમ અધિવેશન વર્ષ 2016ની 10મી જાન્યુઆરીના રોજ ચંદનબાગ, ગોધરા ખાતે યોજવામાં આવેલ હતું. પ્રથમ અધિવેશનની સફળતા બાદ દ્રીતીય અધિવેશન શહેરા ખાતે 28 મી મેંના રોજ યોજાવા જઇ રહ્યું છે. કોરોના કાળ બાદ હવે પરિસ્થીતી સ્થિર થતી જતી હોઇ, 28/5/2023 રવિવારના રોજ શહેરા મુકામે રાકેશકુમાર બીપીનચંદ્દ સોનીના ગોકુલેશ સોસાયટીની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં, દ્વીતીય અધિવેશન યોજવાનુ અને તે માટે ટીમ બનાવવી, એવુ ચાર મહીના પહેલા મહામંડળની કમિટિમાં ઠરાવવામાં આવેલ છે. આ દ્વીતીય અધિવેશનમાં પહેલાની પંચામૃત યોજના ચાલુ જ રહેશે અને સાથો સાથ મહિલા સશકિતકરણ, તાલીમ, યુવાનો માટે રમતગમત, રોજગાર, જ્ઞાતિજનો માટે મેડીકલ કેમ્પ, વગેરેનુ આયોજન તદુપરાંત દરેક ગામેગામના જ્ઞાતિજનોના દિકરા, દીકરીઓ માટે પરિચય મેળાનું આયોજન પણ કરવામાં આવશે. દ્રિતીય અધિવેશનની તૈયારીઓ, દરેક ગામે ગામ ખુબ ઉત્સાહપૂર્વક થઇ રહી છે. દરેક ગામના મહિલા મંડળો પોતાની રીતે વિશેષ તૈયારીઓની ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સંયોજક વર્ષાબેન ભગતના સાનિધ્યમાં કરી રહયા છે. આ અધિવેશનમાં વચનામૃત માટે પ.પૂ. ગો. 108 શ્રી ધૃમિલકુમાર મહોદયજી પધારવાના છે. જે સમગ્ર સોની જ્ઞાતિના વૈષ્ણવો માટે ખુબ આનંદની વાત છે.