મહિસાગરના ત્રણ તાલુકામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાતા ઉનાળુ પાકને નુકશાન

લુણાવાડા,પાછલા કેટલાય દિવસથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેવતા વીરપુર, બાલાસિનોર અને ખાનપુર તાલુકાના ખોડુતોને ઉનાળુ પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે અને મહીસાગર જિલ્લાના ત્રણ તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂત મિત્રોના જણાવ્યા અનુસાર સુજલામ સુફલામ કેનાલમાં પાછલા કેટલાય દિવસથી પાણી બંધ થઈ જતાં ઉનાળુ પાકને માઠી અસર થતાં ત્રણ તાલુકાના ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે. સતત બંને કાંઠે વહેતી સુજલામ સુફલામ કેનાલના કારણે ચાલુ સાલે ખેડૂતોને ઉનાળુ પાકનું મોટા પાયે વાવેતર કરેલ છે. પાછલા કેટલાય દિવસથી પાણી ન છોડતા ખેડૂતોના માથે અફત આવી પડી છે. ખેડૂતો દ્વારા જ્યારે કેટલાય દિવસ થયા હોવા છતાં હજુ સુધી કેનાલમાં પાણી ચાલુ ન કરાતા ખેડુતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો સમય સર પાણી નહીં આવે તો ખોડુતોને ઉનાળું પાકમાં બાજરી, મકાઈ, લીલો ઘાસચારો, શાકભાજી સહિતના પાકમાં મોટું નુકશન વેઠવાનો વારો આવી શકે તેમ છે, જ્યારે ત્રણે તાલુકાના ખેડૂતોની માંગણી છેકે, ઝડપી સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલું કરાય તેવું ઈચ્છી રહ્યા છે.