ગોધરા તાલુકાના હરકુંડી-રાયસીંગપુરા ગામે દિકરીને સતામણી કરતા યુવકને ઠપકો આપતા સાઢુભાઈને માર મારી હત્યા કરાઈ

કાલોલ,હરકુંડી-રાયસીંગપુરા ગામે સાઢુભાઈની દિકરીને પરેશાન કરતા યુવકને ઠપકો આપતા યુવક સહિત ચાર જણાએ સાઢુને માર મારતા તેનુ મોત નીપજયું હતુ.

ગોધરા તાલુકાના હરકુંડી-રાયસીંગપુરા નજીકમાં મેવલ ફળિયામાં રહેતા દિવ્યાંગ રમેશભાઈ દાનેશભાઈ મેવલના ધરે તેમના સાઢુ કાંતિલાલ સબુરભાઈ મહેમાન તરીકે આવ્યા હતા. એ સમયે સાઢુએ જણાવ્યુ હતુ કે, મહેલોલ હાઈસ્કુલમાં ભણતી તેમની દિકરીના ફોન પર તેને કોઈ અજાણ્યો ફોન કરે છે. રમેશભાઈને ફોન જોડતા સંકેલત અશ્ર્વિનભાઈ સોલંકુ બોલુ છુ તેમ જણાવતા રમેશભાઈએ સાઢુનો દિકરીનો ફોન કરવા અંગે ઠપકો આપતા સંકેત ફોનમાં ગાળો બોલીને એ સમયે ફોન કાપી નાંખ્યો હતો. ફોન કર્યા પછી સંકેત ઉર્ફે શંકર સોલંકી તેના પિતા અશ્ર્વિન ભારતભાઈ સોલંકી તથા અન્ય યુવરાજ ઉર્ફે ભયો મળીને ત્રણ ચાર દિવસથી વારંવાર રમેશભાઈને ફોન કરીને ગાળો બોલીને ધમકીઓ આપી રહ્યા હતા. તા.6ના રોજ સાંજના સુમારે રમેશભાઈ ધરે આવતો હતો એ સમયે અશ્ર્વિન સોલંકી તથા સંકેત ઉર્ફે શંકર અને યુવરાજ

ઉર્ફે ભલો તથા જયદિપ જરાવત ઉર્ફે જશીયો લાકડાના ડંડા લઈને ધરમાં ધુસી આવીને રમેશને માર મારીને નીચે પાડી દીધો હતો. બીજી તરફ 108 એમ્બ્યુલન્સને ફોન કરીને ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. અને જયાં મોત નીપજયું હતુ. જે સમગ્ર ધટના અંગે વેજલપુર પોલીસે ફરિયાદને આધારે ધારા 302 સહિતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.