બારડોલીના ધારાસભ્ય ઈશ્ર્વર પરમારે તા.૧૧ થી ૧૩ મે સુધી મહિલાઓને ’ધ કેરલા સ્ટોરી’ ફિલ્મ દેખાડવાની સોશિયલ મીડિયામાં જાહેરાત કરી

સુરત,ધ કેરાલા સ્ટોરી દેશભરમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એક તરફ કર્ણાટકની ચૂંટણી અને બીજી તરફ ધ કેરેલા સ્ટોરી ની અંદર જે વિષય રજૂ કરવામાં આવ્યો છે તેને લઈને હાલ દરેક વ્યક્તિ પોતાનો મત વ્યક્ત કરી રહ્યો છે. પરંતુ એક એવો વર્ગ છે કે જે સતત આ મુવીને વધુ લોકો નિહાળે તેઓ પ્રયાસ કરી રહ્યો છે.

બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્ર્વર પરમારએ સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી છે કે ધ કેરેલા સ્ટોરી વધુમાં વધુ લોકો જોવે તે માટેની વ્યવસ્થા તેઓ કરી રહ્યા છે. વિશેષ કરીને યુવતીઓ અને મહિલાઓ આ મુવીને વધુ જુવે તેવો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી છે કે ૧૧ થી ૧૩ મે સુધી અલગ અલગ થિયેટરના શોનો ટાઈમ નક્કી કર્યો છે જે દરમિયાન જે પણ મહિલાઓ થી હશે તે વિના મૂલ્ય આ મુવીને જોઈ શકશે.

ધારાસભ્ય ઈશ્ર્વર પરમાર સાથે થયેલી વાતચીત મુજબ તેમણે કહ્યું કે આ મુવી છે જ એવી કે તમામ લોકોએ જોવી જોઈએ. ખાસ કરીને મહિલાઓએ આ મુવી જોવી જરૂરી છે જે રીતે આતંકવાદીઓએ મહિલાઓનો ઉપયોગ કર્યો છે અને તેમને આતંકવાદી પ્રવૃત્તિમાં લિપ્ત કરી છે તેની વાસ્તવિક્તા આ મુવી ની અંદર બતાવવામાં આવી છે. જે પ્રકારે. સત્ય ઘટનાઓને બતાવવામાં આવી છે તે ને લઈને જાગૃતિ આવી જરૂરી છે. યુવતીઓએ લવ જે હાથ કે અન્ય કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં નિર્દોષ પણે ફસાઈ ન જાય તેની ખાસ જાગૃતિ લાવવી જરૂરી છે અને તેના માટે મેં પ્રયાસ કર્યો છે કે કોલેજમાં સ્કૂલોમાં ભણતી વિદ્યાર્થીનીઓ અને મહિલાઓએ આ મુવી જોવી જોઈએ જેનાથી કેવી રીતનું ષડયંત્ર રચાય છે અને ત્યારબાદ મહિલાઓની યુવતીઓની કેવી સ્થિતિ થાય છે તે અંગે તેમને માહિતી મળી શકે.