જૂનથી દિલ્હી કોર્ટમાં શ્રદ્ધા મર્ડર કેસ અંગે સુનાવણી,શ્રદ્ધા વોકર હત્યા કેસમાં આરોપી આફતાબ પૂનાવાલા પર આરોપ ઘડવાની સુનાવણી ૧ જૂનથી શરૂ થશે

  • ૨૪ જાન્યુઆરીએ પોલીસે આ મામલામાં આફતાબ વિરુદ્ધ ૬,૬૨૯ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.

નવીદિલ્હી,શ્રદ્ધા વોકર હત્યા કેસમાં આરોપી આફતાબ પૂનાવાલા પર આરોપ ઘડવાની સુનાવણી ૧ જૂનથી શરૂ થશે. ૨૪ જાન્યુઆરીએ પોલીસે આ મામલામાં આફતાબ વિરુદ્ધ ૬,૬૨૯ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. મંગળવારે, એડિશનલ સેશન્સ જજ મનીષ ખુરાના કક્કરે જણાવ્યું હતું કે આરોપીઓ વિરુદ્ધ IPCની  કલમ ૩૦૨ (હત્યા) અને ૨૦૧ (ગુનાના પુરાવાનું કારણ બને છે) હેઠળ કેસ કરવામાં આવે છે. જો કે આફતાબ પૂનાવાલાએ આ આરોપોને નકારી કાઢ્યા છે. આફતાબના વકીલે કહ્યું કે અમે ટ્રાયલ માટે તૈયાર છીએ. તેના પર કોર્ટે કેસની આગામી સુનાવણી ૧ જૂનથી કરવાનો નિર્દેશ આપ્યો છે.

આફતાબ પર ૧૮ મે ૨૦૨૨ના રોજ તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વોકરનું ગળું દબાવી હત્યા કરવાનો આરોપ છે. બાદમાં તેના શરીરના ૩૫ ટુકડા કરી ફ્રિજમાં રાખવામાં આવ્યા હતા. પછી તેમને જંગલમાં ફેંકી દીધા. દિલ્હી પોલીસે ૧૨ નવેમ્બર ૨૦૨૨ના રોજ તેની ધરપકડ કરી હતી. ૨૪ જાન્યુઆરીએ પોલીસે આ મામલામાં આફતાબ વિરુદ્ધ ૬,૬૨૯ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.

તપાસ દરમિયાન દિલ્હી પોલીસે આફતાબનો નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તેણે શ્રદ્ધાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. આ કેસમાં પોલીસે ૧૫૦થી વધુ સાક્ષીઓના નિવેદનો નોંયા હતા. પોલીસે આફતાબના વાઈસ સેમ્પલ પણ રેકોર્ડ કર્યા હતા, હાલ મામલો કોર્ટમાં છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આફતાબે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે આફતાબે હત્યાના દિવસના એક અઠવાડિયા પહેલા એટલે કે ૧૮ મેના રોજ શ્રદ્ધાની હત્યા કરવાનું મન બનાવી લીધું હતું. તે દિવસે પણ શ્રદ્ધા અને આફતાબ વચ્ચે ઝઘડો થયો હતો. તેણે કહ્યું હતું કે, ’મેં ૧૧ મેના રોજ જ તેને મારવાનું નક્કી કર્યું હતું કે તે અચાનક ભાવુક થઈ ગઈ અને રડવા લાગી. તેથી મેં નક્કી કર્યું કે હવે હું તેને બીજા દિવસે મારી નાખીશ. આફતાબ આ બિલ્ડિંગના પહેલા માળે રહેતો હતો. તે કોઈને મળ્યો નહોતો. બિલ્ડિંગમાં રહેતા લોકોને આ કેસ પહેલા તેનું નામ પણ ખબર ન હતી.

એક પોલીસ અધિકારીએ કહ્યું- આફતાબે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેને વેબ સિરીઝ અને ખાસ કરીને ક્રાઈમ શો જોવાની ટેવ હતી. આ જોઈને તેણે શ્રદ્ધાના શરીરના અંગોને ફ્રીજમાં કેવી રીતે રાખવા તે શીખ્યા. આટલું જ નહીં, આ સિરીઝ અને શો દ્વારા તેણે એ પણ શીખ્યું કે પરિવાર અને મિત્રોની નજરમાં શ્રદ્ધાને કેવી રીતે જીવંત બતાવવી. આ માટે તે શ્રદ્ધાના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ અને એકાઉન્ટ પર તેને અપડેટ રાખવા માટે પોસ્ટ કરતો રહેતો હતો. આમાં તેને કોઈએ મદદ કરી નથી.

શ્રદ્ધાના પિતા વિકાસે કહ્યું- હું તેને છેલ્લે ૨૦૨૧માં મળ્યો હતો. પછી મેં તેને પૂછ્યું કે તમારો લિવ ઇન પાર્ટનર કેવો છે. તેણે બહુ કહ્યું નહીં. મને એ પણ ખબર નહોતી કે તે દિલ્હી શિટ થઈ ગઈ છે. તેના એક મિત્રે જણાવ્યું કે, શ્રદ્ધા બેંગ્લોરમાં નહીં પરંતુ દિલ્હીમાં છે. આફતાબને પુરાવાનો નાશ કરવા માટે ઘણો સમય મળ્યો.