વોટિંગના એક દિવસ પહેલા સીએમ બસવરાજ બોમાઈ બજરંગ મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતા જોવા મળ્યા હતા

  • ચૂંટણી પંચે હનુમાન ચાલીસાના પાઠ કરતા રોક્યા:કોંગ્રેસ નેતા શિવકુમારે હનુમાનજીના મંદિરમાં પૂજા કરી.

બેંગ્લુરુ,કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બજરંગ બલીનો મુદ્દો છવાયેલો રહ્યો છે. ચૂંટણીમાં ’બજરંગ બલી’ની એન્ટ્રી ત્યારે થઈ જ્યારે કોંગ્રેસે ગયા અઠવાડિયે જારી કરેલા તેના ઢંઢેરામાં બજરંગ દળ, પીએફઆઈ જેવા સંગઠનો પર પ્રતિબંધ મૂકવાની સાથે તેમની સામે કડક પગલાં લેવાની વાત કરી હતી. હવે વોટિંગના એક દિવસ પહેલા સીએમ બસવરાજ બોમાઈ બજરંગ મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતા જોવા મળ્યા હતા. કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે બુધવારે મતદાન થવાનું છે. આ પહેલા કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈ બજરંગ બલીના આશ્રયસ્થાનમાં પહોંચ્યા હતા. સીએમ બોમાઈ હુબલીના હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતા જોવા મળ્યા હતા.

કર્ણાટકમાં બજરંગ બલીનો મામલો સામે આવ્યો છે. ચૂંટણીમાં ’બજરંગ બલી’ની એન્ટ્રી ત્યારે થઈ જ્યારે કોંગ્રેસે ગયા અઠવાડિયે જારી કરેલા તેના ઢંઢેરામાં બજરંગ દળ, પીએફઆઈ જેવા સંગઠનો પર પ્રતિબંધ મૂકવાની સાથે તેમની સામે કડક પગલાં લેવાની વાત કરી હતી. કોંગ્રેસના વચન વિરુદ્ધ મંગળવારે બજરંગ દળ અને વિશ્ર્વ હિન્દુ પરિષદે દેશભરમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી છે.

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં હનુમાન ચાલીસાના પાઠ માટે એકઠા થયેલા બજરંગ દળ અને વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકરોને ચૂંટણી પંચે અટકાવ્યા હતા. વિએચપીએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચે તેમને રાજ્યમાં લાગુ કલમ ૧૪૪ને ટાંકીને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી રોક્યા છે. બજરંગ દળ અને વિશ્ર્વ હિન્દુ પરિષદે આજે, એટલે કે મંગળવારે દેશભરનાં મુખ્ય મંદિરોમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી. સંગઠનોએ એને હનુમંત શક્તિ જાગરણ અભિયાન નામ આપ્યું છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરેલા મૅનિફેસ્ટો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખરેખર કર્ણાટક ચૂંટણીમાં બજરંગ દળ અને બજરંગ બલીની એન્ટ્રી ત્યારે થઈ, જ્યારે કોંગ્રેસે ગયા અઠવાડિયે પોતાનો ચૂંટણી મૅનિફેસ્ટો જાહેર કર્યો. એમાં કહેવામાં આવ્યું છે કે ’રાજ્યમાં સરકાર આવતાંની સાથે જ તે જાતિ અને ધર્મના આધારે સમુદાયો વચ્ચે નફરત ફેલાવતાં તમામ સંગઠનો સામે કડક કાર્યવાહી કરીને બજરંગ દળ, પીએફઆઇ પર પ્રતિબંધ લગાવશે.’

વિએચપીના મહાસચિવ મિલિંદ પરાંદેએ કહ્યું હતું કે કોંગ્રેસે કર્ણાટકમાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. આ પછી રાજસ્થાન, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કોંગ્રેસ અને કેટલાક અન્ય હિંદુવિરોધી નેતાઓએ બજરંગ દળ પર પ્રતિબંધની માગ કરી છે. આ ખૂબ જ અપમાનજનક છે, આથી જ અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેથી બજરંગ બલી કોંગ્રેસ અને અન્ય સંગઠનોને સદબુદ્ધિ આપે.કર્ણાટકમાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાના કોંગ્રેસના વચનને લઈને હરિયાણામાં પણ વિવાદ છેડાયો હતો. કોંગ્રેસ મહાસચિવ કુમારી સેલજા, કોંગ્રેસના નેતા અને કાઉન્સિલર મિથુન વર્મા અને દેવેન્દ્ર વર્માના અંબાલા શહેરના કોંગ્રેસ ભવન પર લગાવવામાં આવેલા ફોટા કાળા કર્યા હતા. આ સાથે બિલ્ડિંગની દીવાલ પર બજરંગ દળ અને જય શ્રીરામના નારા લખવામાં આવ્યા હતા. બીજી તરફ, માહિતી મળતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

કર્ણાટકમાં કોંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાને લઈને બજરંગ દળના કાર્યકરો ઉશ્કેરાયા હતા. બજરંગ દળના કાર્યકરોએ ૪ મેના રોજ મધ્યપ્રદેશના જબલપુરમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કર્યો. બળજબરીથી ઓફિસમાં ઘૂસેલા વિરોધીઓએ એમાં તોડફોડ કરી હતી. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના કાર્યાલયની બહાર લાગેલા પોસ્ટરને પણ ફાડી નાખવામાં આવ્યું હતું. ઘટના બાદ કોંગ્રેસ કાર્યાલયની બહાર પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.