કોંગો,આફ્રિકન દેશ કોંગોમાં ગયા અઠવાડિયે પૂર અને ભૂસ્ખલનને કારણે ૪૦૦થી વધુ લોકોના મોત થયા છે. બચાવકર્મીઓ અને પરિવારના સભ્યો કાટમાળ અને કાદવમાં તેમના પ્રિયજનોને સતત શોધી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂર્વી કોંગોના દક્ષિણ કિવુ પ્રાંતમાં એક નદીનું જળસ્તર વધવાને કારણે પૂર આવ્યું છે. ગુરુવારે ભારે વરસાદ પછી પૂરની શરૂઆત થઈ જ્યારે નદીઓ ફુલ થઈ ગઈ અને તેમના કાંઠાથી છલકાઈ ગઈ. ગામડાઓમાં પાણી ઘુસી જતાં ઘરો ધોવાઈ ગયા હતા. મીડિયા અહેવાલો અનુસાર, પૂરથી દક્ષિણ કિવુ, બુશુશુ અને ન્યામુકુબી ગામોના કાલેહે વિસ્તારને અસર થઈ છે.
દક્ષિણ કિવુમાં નાગરિક સમાજ જૂથના પ્રતિનિધિ રેમી કાસિંદીએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ ભયંકર છે. તે માનવતાવાદી કટોકટી છે જે સતત મુશ્કેલી ઊભી કરે છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે બચી ગયેલા લોકો કાદવમાં પરિવારના સભ્યોની શોધ કરી રહ્યા હતા અને નજીકના કિવુ તળાવમાંથી કેટલાક મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
અહેવાલો અનુસાર, માનવતાવાદી બાબતોના સંકલન માટે સંયુક્ત કાર્યાલયે જણાવ્યું હતું કે પૂર અને ભૂસ્ખલનથી લગભગ ૩૦૦૦ પરિવારો ઘરવિહોણા બન્યા હતા કારણ કે તેમના ઘરોને નુક્સાન અને નાશ કરવામાં આવ્યો હતો. ઓછામાં ઓછા ૧૨૦૦ ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. કોંગોએ સોમવારે પૂર પીડિતો માટે શોકનો દિવસ મનાવ્યો હતો.
બચાવકર્મીઓના જણાવ્યા અનુસાર પૂર પહેલા આ વિસ્તારનો ઉપયોગ વિસ્તારના લોકો તેમની કૃષિ પેદાશોને સ્થાનિક બજારમાં વેચવા માટે કરતા હતા. જેના કારણે ગુમ થયેલા લોકોની કુલ સંખ્યાની ગણતરી કરવી મુશ્કેલ બની હતી. કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા હતા. પૂરના કાટમાળમાં લોકોના મૃતદેહોની શોધ કરવામાં આવી રહી છે. પૂરમાં ઘણા બધા પરિવારો મરી ગયા છે. અધિકારીઓનું કહેવું છે કે કાલેહે વિસ્તારમાં કિવુ તળાવ નામની નદી વહે છે, ભારે વરસાદને કારણે ગામમાં નદીના કાંઠા ધોવાઈ ગયા છે, જેના કારણે નદીનું પાણી ઝડપથી ગામડાઓમાં પ્રવેશી રહ્યું છે અને તેની સાથે બધું જ ધોવાઈ ગયું છે. લોકોનું કહેવું છે કે આ બધું એટલું ઝડપથી થયું કે તેમને સચેત થવાની તક પણ ન મળી.
તાજેતરના વર્ષોમાં, પૂર્વ આફ્રિકા, યુગાન્ડા અને કેન્યામાં ભારે વરસાદની ઘટનાઓ વધુ સામાન્ય બની છે. આ જ અઠવાડિયે કોંગોના પડોશી દેશ રવાંડામાં પૂરમાં ૧૨૯ લોકોના મોત થયા હતા. તમને જણાવી દઈએ કે જે નદીમાં હવે પૂર આવ્યું છે, તે અગાઉ પણ ત્રણ વખત પૂર આવ્યું છે, જેમાં સેંકડો લોકોના જીવ ગયા છે.