ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેકટર રેલી વિરુધ્ધ કેન્દ્રએ સુપ્રીમના દ્વાર ખખડાવ્યા : કોર્ટ સુનાવણી માટે તૈયાર

સુપ્રીમકોર્ટ મંગળવારે કેન્દ્રનીએ અરજીની સુનાવણી ઉપર સહમત થઈ હતી જેમા ગણતંત્ર દિવસના સમારંભને રોકવા માટે 26 જાન્યુઆરીએ પ્રસ્તાવિત ટ્રેક્ટર અથવા ટ્રોલી માર્ચ અથવા અન્ય કોઇ પણ પ્રકારનું પ્રદર્શન કે દેખાવો ઉપર રોક લગાવવાની માગ કરવામાં આવી છે.

દિલ્હી પોલીસના મારફત કેન્દ્રસરકારે આ અરજીમાં કેન્દ્રએ કહ્યું હતું કે ગણતંત્ર દિવસે કોઇ પણ પ્રકારનો વિરોધ કે પ્રદર્શનથી દેશ માટે શરમજનક રહેશે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે પ્રદર્શન કરવાના અધિકારમાં વૈશ્વિકસ્તરેદેશને શરમમાં મુકવો સામેલ પણ નથી અને યોગ્ય નથી. અરજીમાં કેન્દ્રસરકારે સુપ્રીમકોર્ટ્ને આગ્રાહ કર્યો છે કે કોઇ પણ પ્રકારના પ્રદર્શન અથવા રેલીને રોકવામાં આવે. ચીફ જસ્ટિસ એસએ બોબડેની અધ્યક્ષતા વાળી પીઠે આવેદન ઉપર નોટોસ જારી કરીને કહ્યું હતું કે ખેડૂત સંગઠનો પાસે મોકલવામાં જે નવા કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે. પીઠમાં જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ રામાસુબ્રમણિયમ પણ સામેલ છે.