ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી‘ યુપીમાં ટેક્સ ફ્રી મમતા બેનર્જીએ બંગાળમાં પ્રતિબંધ મૂક્યો

નવીદિલ્હી,મધ્યપ્રદેશ બાદ હવે યુપીમાં પણ ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી‘ ને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. સીએમ યોગી આદિત્યનાથે આ ફિલ્મને ટેક્સ ફ્રી બનાવવાના નિર્દેશ આપ્યા છે. આ પહેલા મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ૬ મેના રોજ કહ્યું હતું કે ધ કેરલ સ્ટોરી આતંકવાદના ભયાનક સત્યને ઉજાગર કરતી ફિલ્મ છે. મધ્યપ્રદેશમાં તેને ટેક્સ ફ્રી કરવામાં આવી રહી છે.યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ આ ફિલ્મને લઈને એક ટ્વિટ કર્યું છે.

પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ આશંકા વ્યક્ત કરી છે કે આ ફિલ્મ રાજ્યની શાંતિ અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે. આ સાંપ્રદાયિક સૌહાર્દમાં અવરોધ બની શકે છે. મુખ્ય સચિવને આપવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જો કોલકાતાના કોઈપણ હોલમાં કોઈ ફિલ્મ બતાવવામાં આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

તમિલનાડુના થિયેટરોએ ‘ધ કેરલ સ્ટોરી’ ફિલ્મ ન બતાવવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મને ‘કાયદો અને વ્યવસ્થા’ માટે ખતરો ગણાવીને તમિલનાડુના મલ્ટીપ્લેક્સ એસોસિએશને તેનો બહિષ્કાર કર્યો છે. તમિલનાડુ મલ્ટિપ્લેક્સ એસોસિએશને રવિવારે રાજ્યભરમાં ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો હતો. રાજ્યના કેટલાક રાજકીય સંગઠનોએ થિયેટર માલિકોને ધમકી પણ આપી છે કે જો આ ફિલ્મ કોઈપણ થિયેટરમાં બતાવવામાં આવશે, તો તેને તરત જ બંધ કરી દેવામાં આવશે.

હાલમાં જ શબાના આઝમીએ પણ આ ફિલ્મ અંગે કોમેન્ટ્સ કરી હતી. તેણે કહ્યું હતું કે તે આ ફિલ્મના બહિષ્કારની વિરુદ્ધ છે. તેમના મતે, જે લોકો તેનો બહિષ્કાર કરવા માંગે છે તેઓ તેમના જેવા છે જેમણે અગાઉ ‘લાલ સિંહ ચઢ્ઢા’નો બહિષ્કાર કર્યો હતો.