રિમાન્ડ પૂર્ણ થતાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઇ ફરી જેલના સળિયા પાછળ

ભુજ,કચ્છના જખૌ નજીકથી ઝડપાયેલા ૨૦૦ કરોડના ડ્રગ્સ કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઇને જેલ હવાલે કરાયો છે. રિમાન્ડ પૂર્ણ થતાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઇને જેલ હવાલે કરવામાં આવ્યો છે. હાઇ સિક્યોરિટી સાથે બિશ્ર્નોઇને સાબરમતી જેલમાં મોકલાશે. બિશ્ર્નોઇના ૧૪ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં એટીએસની ટીમે કોર્ટમાં રજૂ કર્યો હતો. પરંતુ વધુ રિમાન્ડની માગ ન કરતા જેલ જવાલે કરાયો હતો.

આ પહેલા પાકિસ્તાનથી ડ્રગ્સ મગાવનારા કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈની ધરપકડ કરી નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો.કોર્ટે તેના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ૨૦૨૨માં જખૌથી ઝડપાયેલા ૧૯૪ કરોડના ડ્રગ્સ કેસમાં લોરેન્સની સંડોવણી ખુલી હતી. જે બાદ ATSએ ગેંગસ્ટર લોરેન્સને નલિયા કોર્ટમાં રજૂ કર્યો હતો.

૨૦૨૨માં જખૌથી ઝડપાયેલા ૧૯૪ કરોડના ડ્રગ્સ કેસમાં લોરેન્સની સંડોવણી ખુલી છે. જે બાદ ગુજરાત ATSએ ગેંગસ્ટર લોરેન્સને નલિયા કોર્ટમાં રજૂ કર્યો હતો. સુરક્ષા એજન્સીઓ લોરેન્સના જેલમાં બેઠા-બેઠા પાકિસ્તાની ઈસમ અબ્દુલ્લા અને એક નાઈજીરિયન મહિલા સાથેના સંપર્કો કેવી રીતે થયા તેની પૂછપરછ કરવામાં આવી છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં સામેલ અન્ય શખ્સોની વિગતો મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યો.

લોરેન્સ બિશ્ર્નોઈની પાકિસ્તાનના આતંકવાદી જૂથો સાથે સંડોવણી છે કે કેમ તેની પણ પૂછપરછ કરવામાં આવી છે. લોરેન્સે પાકિસ્તાન સિવાય અન્ય કોઈ દેશમાંથી ડ્રગ્સ મંગાવ્યું હોવાની આશંકા હતી. જેના આધારે સુરક્ષા એજન્સીઓ લોરેન્સની વિગતવાર પૂછપરછ કરવામાં આવી છે.