ગોધરા સબજેલમાં કપડાના સ્ટોરરૂમમાં કેદીનો ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવયું.

  • હત્યાના ગુનામાં કાચાકામનો કેદી સજા ભોગવતો હતો
  • 15 દિવસની પેરોલ ફર્લો રજા પરથી આવ્યા બાદ 5મીએ હાજર થયો હતો

ગોધરા સબજેલમાં ચાર વર્ષથી હત્યાના ગુનાના કાચાકામના કેદીએ જેલના સ્ટોરરૂમમાં પંખાના હુક પર દોરડા વડે ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવતાં ગોધરા અે ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરવામાં આવી હતી. કાચાકામનો કેદી 15 દિવસની રજા ગાળીને 5 મેના રોજ ગોધરા સબજેલમાં હાજર થઇ ગયો હતો. ત્યારે પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલીને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

વર્ષ 2019માં ધનોલના જંગલમાં અજાણ્યા ઇસમની ધારધાર હથિયારથી હત્યા કરવાના ગુનો ગોધરાના એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવવામાં આવતાં પોલીસ દ્વારા તપાસ ધરવામાં આવી હતી. હત્યા કરનાર પંચમહાલ જિલ્લાના મોરવા(હ) તાલુકાના પંતગડી ગામના 22 વર્ષિય અારોપી પ્રદીપ ઉફે અશ્વિનભાઇ સ્વરૂપભાઇ ચાૈહાણને પકડી પાડવામાં આવ્યો હતો. હત્યાનો અારોપી પ્રદિપ ઉફે અશ્વીન ચૌહાણ ગોધરા સબજેલમાં છેલ્લા ચાર વર્ષથી કાચાકામના કેદી તરીકે રાખવામાં અાવ્યો હતો. સબજેલમાં કાપડના સ્ટોરમાં કામગીરી પણ કરતો હતો.

મંગળવારના રોજ સબજેલમાં બે કેદીઅો જેલના કપડાના સ્ટોરમાં કપડા ગોઠવતાં હતા. ત્યારે પ્રદિપ ઉફે અશ્વિનભાઇ ચૌહાણે તેની સાથેના કેદીને હું અાવુ છુ તુ જા તેમ કહીને કપડાના સ્ટોર રૂમમાં કામગીરીમાં જોતરાયો હતો. થોડી વાર થતાં પ્રદિપ ચૌહાણ બહાર ના અાવતાં અન્ય કેદી કપડાના સ્ટોર રૂમમાં તપાસ કરવા જતાં સ્ટોર રૂમમાં કોઇ અગમ્ય કારણસર પ્રદિપ ઉફે અશ્વિનભાઇ સ્વરુપભાઇ ચૌહાણ પંખાના હુક પર દોરડા વડે ગળેફાસો ખાધેલ હાલતમાં જોવા મળ્યો હતો. સબજેલના જેલર સહીત સ્ટાફને ગળાફાંસો ખાધેલ હોવાનું જણાવવામાં આવતાં તાત્કાલીક તબીબને બોલાવવામાં અાવ્યો હતો.

પરંતુ ગળેફાસો ખાઇને પ્રદીપે જીવન ટૂંકાવી દેતાં સબજેલના જેલરે ગોધરા અે ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે સબજેલમાં પહોચીને કાર્યવાહી કરીને મૃતદેહને પીઅેમઅર્થે મોકલી આપવામાં આવ્યો હતો. હત્યાના ગુનાનો કાચાકામનો કેદી પ્રદિપ ઉફે અશ્વિનભાઇ ચાૈહાણ તાજેતરમાં 15 દિવસની પેરોલ ફર્લો રજા પર ગામમાં લગ્નમાં ગયો હતો. રજા પુર્ણ થતાં પ્રદિપ ચાૈહાણ ગોધરા સબજેલમાં 5 મે ના રોજ હાજર થયા બાદ ચોથાં દિવસે પ્રદિપ ઉફે અશ્વીન ભાઇ ચાૈહાણે સબજેલના કપડાં સ્ટોર રૂમમાં ગળેફાસો ખાઇને જીવન ટુકાવ્યું હતું.