દે.બારીયા,દે.બારીયા શહેરના કાર શણગાર કરનારાઓની હાલમાં ચાંદી છે. કારણ પંથકમાં લગ્નના શુભ મૂહર્ત દરેક ગામ શરણાઈઓ સાથે ડી.જે. ઉપર ટીમલી સાથે નાચ ગાન રાત્રીમાં 10 વાગ્યાના સમય મર્યાદાના બાદ પણ ધ્વનિ પ્રદુષણ ખુલ્લે આમ દેખવા મળી રહ્યો છે. દે.બારીયા શહેરના બજારમાં વાસણો સાથે ફ્રીઝ, કુલર, ફર્નિચરમાં પેટી પલંગ તિજોરી, લેડીઝ હોઝીયર તથા ધરેણાના વેપારીઓ દુકાનો ઉપર ભીડ ખાસ્સી જોવા મળી રહી છે. આના ઉપરથી લાગે છે કે, ગામડાઓમાં પણ દહેજનો દુષણ પગપેસારો કરી લીધો છે.
પ્રાપ્ત માહિતી મુજબ વરરાજાઓ જાન લઈને બીજા ગામે જાય છે. તે કારને પુરી શણગાર કરવાનો રીવાજ પડી ગયો છે. તે પણ અસલ ગુલાબની પુષ્પ ગુચ્છની જ્યારે નકલી ફુલોનો પણ કાર શણગાર થાય છે. અસલી ફુલનો કાર શણગારનો રેટ રૂા.3,000/- જયારે નકલી ફુલનો શણગાર 1,000/- થી 1,200/-રૂપીયા સુધીનો હોય છે. તેમજ હાલના વર્ષે નામવાળી ચુંદડીનો ક્રેસ વધ્યો જોવા મળ્યો છે. તેમાં વર અને ક્ધયાના ચુંદડી ઉપર ભરત કરેલા નામ હોય છે. તેના રેટ જાણવા મળેલ નથી. હજાર-બાર સોની લગભગ હશે. આમ, આગલા દોઢ થી બે માસ લગ્નની સીઝન સુધી કારના શણગારનારા પણ નવરા નહીં મળે તેમ કહેવામાં ખોટું નથી.