
દાહોદ,દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના દેવધા ગામે રાત્રિ દરમિયાન ફોરવીલ ગાડી પલટી મારતા મહિલા સરપંચના જુવાનધોધ પુત્રનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં બોરીયાળાથી બાવકા તરફ જતા રસ્તામાં દેવધા ગામે અકસ્માત સર્જાયો હતો. જોકે, ગામના સરપંચના જુવાનધોધ પુત્રના મોતના પગલે ગામમાં માતમ છવાઈ જવા પામ્યો છે.

ગરબાડા તાલુકાના બાવકા મહિલા સરપંચ લીલાબેન ભરતભાઈ પસાયાના જુવાનધોધ પુત્ર યોગેશ પોતાની કબજાની જુૈકં ઙ્ઘડૈિી ગાડી લઈ દેવધા ગામેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે યોગેશભાઈએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સ્વીફ્ટ ડિઝાયર ગાડી પલ્ટી મારી રોડની સાઈડમાં ઉતરી જતા સર્જાયેલા અકસ્માતમાં યોગેશભાઈને શરીરે જીવલેન ઈજાઓ પહોંચતા યોગેશભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ તેમના પરિવારજનો તેમજ ગ્રામજનોને થતા તેઓ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તે સમયે ઘટના સ્થળે આવેલી ગરબાડા પોલીસે યોગેશભાઈના મૃતદેહને ગરબાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે બાવકા મહિલા સરપંચ લીલબેન પસાયાના જુવાનધોધ પુત્રના મોતના પગલે ગામમાં માતમ છવાઈ જવા પામ્યો છે.