
ગોધરા,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ વહીવટને પગલે દેશને G- 20નું અધ્યક્ષસ્થાન મળ્યું છે. ત્યારે Y-20ના માધ્યમથી ગુજરાત તથા પંચમહાલ જીલ્લામાં વધુમાં વધુ યુવાનો દેશ હિત અને વિકાસ માટે જરૂરી પોતાના વિચારો રજૂ કરી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્યના ગૃહ મંત્રી અને રમત-ગમત મંત્રી હર્ષભાઈ સંઘવી, સ્ટેટ ક્ધવીનર કૌશલભાઈ દવે તેમજ ઝોન ક્ધવીનર હિમાંશુભાઈ પટેલના માર્ગદર્શન તથા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સહયોગથી કાલોલ સ્થિત નવરચના ગુરૂકુળ સ્કૂલ ખાતે વિનોદભાઈ બ્રહ્મભટ્ટની અધ્યક્ષપદે કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં નરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા યુવાઓ જોડે સંવાદ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે સ્વામી વિવકાનંદ યુવક બોર્ડના જીલ્લા સંયોજક પ્રજ્ઞેશ પટેલ, નગર સયોજકો કૌશલભાઈ તેમજ હર્શિલભાઇ ઉપસ્થિત રહ્યા હતા. આ યુવા સંવાદમાં અદાજીત 150થી વધુ યુવાનો જોડાયા હતા.
જીલ્લા સંયોજકએ માહિતી આપતા જણાવ્યું કે, અલગ અલગ પાંચ વિષયમાં (1) કાર્યનું ભવિષ્ય: ઉદ્યોગ 4.0, ઈનોવેશન અને 21મી સદીની કુશળતા, (2) આબોહવા પરિવર્તન અને આપત્તિ જોખમમાં ઘટાડો, સ્થિરતાને જીવનનો માર્ગ બનાવવો, (3) વહેંચાયેલુ ભવિષ્ય: લોકશાહી અને શાસનમાં યુવા, (4) શાંતિ નિર્માણ અને સમાધાન: યુધ્ધ ન થવાના યુગની શરૂઆત અને (5) આરોગ્ય સુખાકારી અને રમત ગમત: યુવાનો માટે કાર્યસૂચિ વિષયનો સમાવેશ કરાયો છે. જીલ્લાના યુવાનો મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવી દેશના વિકાસમાં પોતાના વિચારોનું યોગદાન આપે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.