2012માં પીપલારા દુધ ઉત્પાદક મંડળીના ઓડીટર 2500ની લાંચમાં એસીબીમાં પકડાયેલ કેસ કોર્ટમાં ચાલી જતાં 3 વર્ષની કેદનો હુકમ કરતી કોર્ટ

ગોધરા,ડીસેમ્બર-2012 ના અરસામાં પીપલારા ગામની ધી પીપલારા દુધ ઉત્પાદક સહકારી મંડળીનું વાર્ષિક ઓડીટ સ્પેશ્યલ ઓડીટર મીલ્ક ઓડીટ, ગોધરા તરફથી થતુ હોય આ દુધ ઉત્પાદક મંડળીના વર્ષ 2012ના ઓડીટ માટે આરોપી નાગજીભાઇ વાઘાભાઇ ડામોર, સબ ઓડીટર કાલોલ- ર રહે. 6/ધી સત્યમ કો.ઓ.હાઉસિંગ સોસાયટી મધુર દાળ મીલ પાછળ, બામરોલી રોડ, વાવડી, ગોધરા મુળ રહે. ભાણાસીમલ તા. સંતરામપુરનાઓએ તા. 5/11/2012ના રોજ ગયેલ અને ફરીયાદી મહેશભાઇ શીવજીભાઇ કે જેઓ ધી પીપરાલા દુધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરીનો હોદ્દો ધરાવતા હતા. તેઓની દુધ મંડળીનું રેકર્ડ દેખી ફરીયાદી ને આરોપીએ કહેલ કે તમારી મંડળી બંધ હાલતમાં છે, જેથી સરકારી રેકર્ડમાં ચાલુ રાખવા માટે અને તમામ ઉપર કેસ ન થાય તે માટે મંડળી ચાલુ હાલતમાં બતાવવી પડશે જો બંધ બતાવવામાં આવશે તો તમારા ઉપર કેસ થશે. જેથી ફરીયાદીએ આરોપીએ કહેલ કે આવુ ન બને તેવુ કરી આપો તો આરોપીએ ફરીયાદીને કહયુ કે મારો વ્હા-પાણીનો વ્યવહાર કરવો પડશે તો ફરીયાદીએ કહયુ કે કેટલા પૈસા થશે? તો તેમણે કહેલ કે રૂા.3000/- થશે તો ફરીયાદીએ કહયુ કે હાલમાં મારી પાસે રૂા. 500/- અત્યારે છે. ત્યારબાદ આરોપીએ જણાવેલ કે સારૂ આજે રૂા. 500/- આપી દો બાકીના રૂા. 2500/- દિવાળી પછી મંડળીનો હિસાબ કરી સાથે લેતા આવજો તેમ કહીને જતાં રહયા હતા. ત્યારબાદ તા. 29/11/2022ના રોજ આરોપીએ પોતાના મોબાઇલ ફોનથી ફરીયાદીને સંપર્ક કરી જણાવેલ કે તમો મંડળીનો હિસાબો અને વ્યવહાર લઇને કેમ આવ્યા નહી ? તો ફરીયાદીએ જણાવેલ કે પૈસાની સગવડ થયેલ નથી પણ સગવડ કરી એકાદ દિવસ પછી આપી જઇશ તેમ જણાવેલ. ત્યારબાદ તા. 1/12/2012 ના રોજ ફરીયાદીએ પોતાના મોબાઇલતી આરોપીને જણાવેલ કે આજે હું હિસાબો લઇને ગોધરા આવુ છું તો આરોપીએ જણાવેલ કે હું ઓફીસે હાજર છું તમે સેવા સદન 2 માં આવીન મને મોબાઇલ ફોન કરજો તમારા હિસાબો સાથે મારા બાકીના વ્યવહારના રૂ.2500/- લેતા આવતા તેમ જણાવતા ફરીયાદીએ એ.સી.બી.પોલીસ સ્ટેશન,ગોધરાના રૂબરૂ ફરીયાદ આપેલી જે અન્વયે જે અન્વયે એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં એ.સી.બી.ની કાર્યવાહીની રજા આપી ફરીયાદીને સમજાવી જે મુજબની કાર્યવાહી કરવામાં આવી ફરીયાદીએ આરોપીને મોટા ફોન પર સંપર્ક કરીને જણાવેલ કે હું રોવા નું ભર ના કમ્પાઉન્ડમાં આવી ગયો છું તો સામેથી આરોપીએ જણાવેલ કે સારૂ તમો સેવા સદન-2 ના દરવાજાથી અંદર આવો હું નીચે આવુ છું તેમ કહેતા ફરીયાદી તથા પંચો સાથે દરવાજાની અંદર પ્રવેશતા લોબીમાં આરોપી ઉભા રહેતા આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત ચીત કરી ફરીયાદી પાસેથી રોજમેળનો ચોપડો લઇ જોઇ તેની ઝેરોક્ષ ફરીયાદી પાસે કરાવડાવી તે કાગળો આરોપીને આપતાં તેઓ સાથે સેવા સદનના ઉપરના માળ પર જવા પગથીયા ચઢતાં આરોપીએ ફરીયાદી પાસે નકકી કરેલા રૂા.2500/- ની લાંચ માંગતા ફરીયાદીએ પાસેથી આરોપીએ લાંચના રૂપિયા સ્વીકારી પોતાના પહેરેલ પેન્ટના ખીસ્સામાં મુકી દીધેલ અને ફરીયાદીએ ઇશારો કરતા આરોપી લાંચની રકમ સાથે પકડાય ગયેલ અને આરોપી નાગજીભાઇ વાઘાભાઇ ડામોર, સબ ઓડીટર કાલોલ-ર રહે. 6/ધી સત્યમ કો.ઓ.હાઉસિંગ સોસાયટી મધુર દાળ મીલ પાછળ, બામરોલી રોડ, વાવડી, ગોધરા મુળ રહે. ભાણાસીમલ. સંતરામપુરનાઓ સામે ગોધરા કે સીવી. પો.સ્ટે.માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ 1988 ની કલમ 7, 13,(1)(ઘ) તથા 13(2)મુજબ ગુન્હો નોંધી નામ.કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ, જે કેસ નામ, સ્પેશયલ જજ(એ.સી.બી.) અને ચોથા એડીશનલ જજ ની કોર્ટમાં ચાલી જતાં ફરીયાદ પક્ષે સરકારી વકીલ આર.વાય.ત્રિપાઠીનાઓની સચોટ ધારદાર દલીલો ધ્યાને લઇ અને નામ. સ્પે, જજ(એ.સી.બી.) અને ચોથા એડી.જજ એ કેસમાં રજુ થયેલા પુરાવાઓ તથા સાહેદોની જુબાનીઓ તથા કેસના સંજોગો ધ્યાને લઇ આ કામના આરોપીને લાંચ રૂાંત અટકાયતની કલમ -7 મુજબના શીક્ષાપાત્ર ગુન્હા અંગે 3(ત્રણ) વર્ષ સખ્ત કેદની સજા અને 5,5000/-નો દંડ અને દંડ ન ભરે તો વધુ 6(છ) માસની સખ્ત કેદ અને લાંચ રૂશ્ચંત અટકાયતની કલમ -13(2) મુજબના શીક્ષાપાત્ર ગુન્હા અંગે 3(ત્રણ) વર્ષ સખ્ત કેદની સજા ભોગવાનો હુકમ અને રૂા.5000/- નો દંડ અને દંડ ન ભરે તો વધુ 6(છ) માસની સખ્ત કેદની સજા કરવાનો હુકમ ન કરવામાં આવેલ છે. પંચમહાલના મઢે પેજજાએ.સી.બી.) અને ચોથા ખેડી જજ એ લાંચરૂશવંત કેસમાં આરોપીને સજા ફરમાવતા લાંચીયા કર્મચારીઓમાં ફડફડાટ વ્યાપી જવા પામ્યો છે અને જાહેર જનતામાં ખુશીની લહેર વ્યાપી જવા પામેલ છે.