ગોધરા,શહેરા તાલુકામાં નલ સે જલ યોજના થયેલ કૌભાંડમાં ધારાસભ્યના અંગત કાર્યકર્તાઓની તેમજ ધારાસભ્યની સંપતિની તપાસ કરવા બાબતે શહેરા તાલુકા પંચાયત સભ્ય દ્વારા જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરવામાં આવી.
શહેરા તાલુકામાં નલ સે જલ યોજનાના કૌભાંડ અંગે શહેરા કોંગ્રેસના વાડી તાલુકા પંચાયત સભ્ય જસવંતસિંહ બળવંતસિંહ સોલંકી દ્વારા 1 વર્ષ અગાઉ જીલ્લા કલેકટર અને પાણી પુરવઠા વિભાગમાં 21/04/2022ના આવેદનપત્ર આપીને નલ સે જલના કૌભાંંડ ચાલતું હોવાનુંં રજુઆત કરેલ અને તેના અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પણ કામગીરી ચાલુ હતી. ત્યારે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને તેઓના સરપંચો, તાલુકા જીલ્લાના સભ્યો પોતાના વિસ્તારમાં થઈ રહેલ કામગીરી ધ્યાનમાં હતી. તેમ છતાં તેનો વિરોધ કરવામાં આવ્યો ન હતો. તેની પાછળનું મુખ્ય કારણ વિધાનસભાની ચુંટણી વખતે કોન્ટ્રાકટર પાસેથી બે કરોડ રૂપીયાની માંગણી કરેલ હતી. તે કોન્ટ્રાકટરે આપવાની ના પાડતા ધારાસભ્યએ સમય આપતાં તમને બીલની ચુકવણી થવા નહિ દેવાનું જણાવેલ હતું. એટલા માટે જયારે નલ સે જલ યોજનાની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે. બે કરોડ રૂપીયા લેવા માટેના અમારા વિરોધ તેમજ ગોધરા કલેકટરના વિરોધમાં પેપર અને સરકારી કચેરીઓમાં રજુઆત કરેલ છે. ધારાસભ્ય ધારાસભ્યના ડરના કારણે નામ ન આપવાની શરતે કોન્ટ્રાકટરે જણાવેલ છે કે નલ સે જલ યોજનાના કૌભાંંડની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બીલની ચુકવણી ન કરવા તેમજ ધારાસભ્ય અને તેમના કાર્યકર્તાઓ તપાસ કરવા જણાવ્યું છે. જેમાં પંચમહાલ ડેરીમાં બનતા દુધ પ્રોડકટસ દુધ, છાસ, દહીના સેમ્પલ લઈ તપાસ કરવામાં આવે. ડેરી માટે જમીન ખરીદી બાંધકામ વાછરડા ઉછેર કેન્દ્ર તેમજ નોકરી માટે કોની કોની નિમણુંક કરવામાં આવી. શહેરા તાલુકા પંચાયત એન.આર.જી. મનરેગા યોજનાઓમાં માટી-મેટલ, રસ્તા ચેકવોલ યોજનામાં ચાલતી ગેરરીતિ જીએસટીના નામે ચાલતી ટકાવારી, હલ્કી ગુણવત્તા મટીરીયલ્સ વાપરી લાખોના રૂપીયા અંગત વ્યકિત ઉપાડી કરતાં ભ્રષ્ટાચાર, બોરવેલ યોજનામાં નિયત કરતાં ઓછો બોરવેલ બનાવી અપાવામાં આવતાં ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે શહેરા તાલુકા પંચાયત કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકી દ્વારા જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરાઈ.