સંજેલી એ.પી.એમ.સી.સિલેશકન બોર્ડની મુદ્દત પુરી થતાં ચુંટણી નહિ યોજાતા આશ્રર્ય

સંજેલી,સંજેલી ખાતે આવેલી માર્કેટયાર્ડમાં છેલ્લા પાંચ વર્ષથી ઝાલોદમાંથી વિભાજન થયા બાદ સિલેકશન બોડીની નિમણુંક કરવામાં આવી હતી. ત્યારબાદ મુકત પુર્ણ થઈ એક વર્ષ વિતી ગયો છતાં પણ ચુંટણી ન યોજાતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે. આ માટે વેપારી અને ખેડુત મિત્રોએ ચુંટણી યોજવા જિલ્લા રજીસ્ટારને લેખિત રજુઆત કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

સંજેલી તાલુકા મથકે આવેલી એપીએમસી ઝાલોદમાંથી વર્ષ-2017માં વિભાજન થતાં જ 25 જુલાઈના રોજ સભાપતિ અને ઉપસભાપતિની સિલેકશન બોડીની નિમણુંક કરવામાં આવી હતી. જેની બે વર્ષની મુદ્દત છતાં પણ ચાર વર્ષ સુધી કાર્યરત રાખવામાં આવી હતી. અને 23 ફેબ્રુઆરી 2022ના રોજ બોડી બરખાસ્ત કરી વહીવટદારની નિમણુંક કરી દેવામાં આવી હતી. જેનો 15 માસ જેટલો સમય અને વિભાજનને પાંચ વર્ષ જેટલો સમય થઈ ગયો છતાં પણ સંજેલી એપીએમસી માર્કેટયાર્ડમાં ચુંટણી ન યોજાતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે. પાંચ એકર ઉપરાંતમાં વિસ્તારમાં 61 ગોડાઉન અને 37 શોપિંગ સેન્ટર ધરાવતી એપીએમસી 80572 કિ.ડાંગર અને 76160 કિ.ધઉંની આવક ધરાવે છે. અને વાંસીયા, સંજેલી, માંડલી, લવારા, હિરોલા, કરંબા મંડળી, ધરાવતી એપીએમસીમાં તાત્કાલિક ચુંટણી યોજવા માટે વેપારી ખેડુત તેમજ પુર્વ ચેરમેન દ્વારા જિલ્લા રજીસ્ટરને લેખિત રજુઆત કરવામાં આવી છે.