
વોશિગ્ટન,અમેરિકાના ટેક્સાસથી એક ભયાનક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં સરહદી શહેર બ્રાઉન્સવિલેમાં એક એસયુવી કારના ચાલકે બસ સ્ટોપ પર ઉભેલા લોકો પર કાર ચડાવી દીધી હતી. જેમાં સાત લોકોના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે જ્યારે છ લોકો ઘાયલ હોવાનું કહેવાય રહ્યું છે.
આ ભયંકર અકસ્માત સ્થળાંતર આશ્રયની બહાર શહેરના બસ સ્ટોપ પાસે થયો હતો. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નાજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.સ્થળાંતરીત આશ્રયની બહાર બસ સ્ટોપ પાસે અકસ્માત બ્રાઉન્સવિલે પોલીસે આને મોટો અકસ્માત ગણાવ્યો છે. તેમણે કહ્યું કે અમે તેની તપાસ કરી રહ્યા છીએ. આ ઘટના બાદ રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો. જ્યાં આ ભયાનક અકસ્માત થયો હતો તે આશ્રયસ્થાનના નિર્દેશક વિક્ટર માલ્ડોનાડોએ જણાવ્યું હતું કે અકસ્માતની માહિતી મળ્યા બાદ તેમણે આશ્રયસ્થાનના સર્વેલન્સ વીડિયોની સમીક્ષા કરી હતી.
શેલ્ટર ડાયરેક્ટર માલ્ડોનાડોએ કહ્યું કે અમે વીડિયોમાં જે જોયું છે તે મુજબ એસયુવી રેન્જ રોવર લગભગ ૧૦૦ ફૂટના અંતરે આગળ વધી રહી હતી અને અચાનક બસ સ્ટોપ પર બેઠેલા લોકોને કચડીને જતી રહી. આ પછી તે વળ્યો. આ પછી તે લગભગ ૬૦ મીટર સુધી ચાલતી રહી. માલડોનાડોએ જણાવ્યું કે બસ સ્ટોપથી ૩૦ ફૂટ દૂર ફૂટપાથ પર ચાલતા કેટલાક લોકો પણ અથડાયા હતા.