દાહોદના ગરબાડા તાલુકાના પાટીયાઝોલના ખેડા ફળિયામાં કુવામાં પડતાં 13 વર્ષના બાળકનું મોત

દાહોદ,ગરબાડા તાલુકાના પાટીયાઝોલના ખેડા ફળિયા ખાતે પોતાના કુવા વાળા ખેતરે કેળાબેન ખીમચંદભાઈ મેડા તથા તેમની બે દીકરીઓ અને તેમનો નાનો છોકરો ગોવાળાની વાડીમાં શાકભાજીની રખેવાળી તેમજ ગવારસિગ તોડવા માટે ગયા હતા. તે દરમિયાન કેળાબેનનો નાનો 13 વર્ષીય છોકરો સુનિલ કુવાની બાજુમાંથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તેનો પગ લપસતા સાથે કૂવામાં પડ્યો હતો. સુનિલ કુવામાં પડતા માતા બૂમાબૂમ કરી ઉઠી હતી. જેથી આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને સુનિલને કુવા માંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કૂવા માંથી સુનીલ ન મળતા સ્થાનિક લોકો દ્વારા પોલીસને અને ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી. જેમાં આશરે ત્રણ કલાકની શોધખોળ બાદ સુનીલનો મૃતદેહ કુવા માટે મળી આવ્યો હતો. જેમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.