
સંતરામપુર,સંતરામપુર તાલુકાના ગોઠીબ વડાતળાવ પાસેથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો બેની અટકાયત કરાઈ. સંતરામપુર તાલુકાના ગોઠીબ વડા તળાવ પાસેથી રાજસ્થાન તરફથી જઈને આવતા પોલીસને બાતમીના આધારે રીક્ષા રોકીને તપાસ હાથ ધરી તે દરમિયાનમાં રીક્ષાની અંદર મૂકેલી ઇંગ્લિશ દારૂની પેટીઓ મળી આવેલી હતી. રીક્ષા ચાલક ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ઇંગ્લિશ દારૂના 288 નંગ કોટરીયા અને રીક્ષા સાથે કુલ મુદ્દા માલ 68, 056 માર્ક કબજે કરવામાં આવેલો હતો. પોલીસે ઇરફાન કલા ઉદ્દીન કુરેશી રહે. અમદાવાદ રસિકભાઈ રૂપુદ્દીનભાઈ શેખ રહે અમદાવાદ પોલીસે બંને સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી રીક્ષા પણ કબજે લેવામાં આવેલી હતી.
