
ધોંધબા,ધોધંબા તાલુકાના રણજીતનગર ગામે રહેણાંક મકાન માંથી ઈગ્લીશ દારૂનો જથ્થો રાખીને ધંધો કરતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી 48,187/-રૂપીયાના મુદ્દામાલ બે ઈસમો પૈકી એકને ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના રણજીતનગર વિસ્તારમાં રાજગઢ પોલીસે પેટ્રોલીંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે, રણજીતનગર ગામે રહેતા પ્રફુલ ઉર્ફે પપ્પુ દિનેશભાઈ જયસ્વાલ તથા ચેતન દિનેશભાઈ જયસ્વાલ બન્ને ભેગા મળી પોતાના ધરે ઈંગ્લીશ દારૂ મંગાવી વેચાણ કરે છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી ધરના પાછળના ભાગે ખાડામાં સંતાડી રાખેલ જુદા જુદા પ્રકારની કાચ તથા પ્લાસ્ટીક બોટલ નંગ-41, કવાટરીયા નંગ-14, બીયર ટીન નંગ-56 મળી કુલ 48,187/-રૂપીયાના મુદ્દામાલ સાથે પ્રફુલ ઉર્ફે પપ્પુ જયસ્વાલને ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.