ગોધરાના ર્ડાકટરના મુવાડા ગામ પાસે સાગના લાકડાના ભરેલ ટ્રેકટર રોકતા ફોરેસ્ટ કર્મીને ટોમીથી હુમલો કરી ઈજાઓ પહોંચાડી

  • સાગના લાકડા ભરેલ ટ્રેકટર છોડાવી નાશી જતાં આરોપીઓ.

ગોધરા,ગોધરા તાલુકાના ર્ડાકટરના મુવાડા ગામ પાસેથી પશ્ર્ચિમ રેન્જ સંતરાપુર રાઉન્ડના બેટીયા બીટના બીટ ગાર્ડ અને ઈન્ચાર્જ ફોરેસ્ટ સિવિલ કપડામાં બાઈક ઉપર દિપડાની ગણતરી માટે નિકળેલ હતા. દરમિયાન સાગના લાકડા ભરેલ ટ્રેકટરને અટકાવીને સાગના લાકડાના પાસ માંગતા બાઈક ઉપર આવેલ બે આરોપીઓએ સાગના લાકડા ભરેલ ટ્રેકટર છોડાવી લઈ જવા ધમકી આપી કર્મચારીને મારી નાખવાના આશયથી ટોમી માથાના ભાગે મારી ઈજાઓ કરી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના ર્ડાકટરના મુવાડા ગામ પાસે ગોધરા પશ્ર્ચિમ રેન્જ વેગનપુર રાઉન્ડના બેટીયા બીટના બીટગાર્ડ રોહિતસિંહ કે.રાઉલજી અને ઈન્ચાર્જ ફોરેસ્ટ એસ.વી.પરમાર સિવિલ કપડામાં રાત્રીના સમયે જંગલ વિસ્તારમાંં દિપડાની ગણતરી માટે નિકળેલ હોય દરમિયાન સાગના લાકડા ભરેલ ટ્રેકટર ગોધરા આવતું હોય જેથી બીટ ગાર્ડ ઓળખકાર્ડ બનાવીને ટ્રેકટર રોકીને સાગના લાકડા વાહતુક પાસ માંગતા પાસ નહિ હોવાનુંં જણાવેલ હતું. ત્યારે બાઈક ઉપર આવેલ આરોપી મેદા હુસેન યુસુફભાઈ (રહે. મેંદા પ્લોટ, બકકર મસ્જીદ), યુસુફભાઈ ઐયુબભાઈ ધાંચી (રહે. પોલીસ ચોકી-4 પાસે)ના બે સાગના લાકડા ભરેલ ટ્રેકટર છોડાવા માટે રકઝક કરી હતી અને ટ્રેકટર છોડો નહિ તો તમને પતાવી દઈશ તેમ કહી આરોપી મેંદા હુસેન યુસુફભાઈ એ લોખંડની ટોમી માથાના કાનના ભાગે ગંભીર ઈજાઓ ટ્રેકટર છોડવી નાશી જઈ ગુન્હો કર્યાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાઈ.