વરસાદના વિધ્ન વચ્ચે પણ વડાપ્રધાન મોદીના રોડ શોમાં જન સેૈલાબ ઉમટી પડયો

બેંગ્લોર,કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર સોમવારે સમાપ્ત થશે. ભાજપ અને કોંગ્રેસ બંને પાસે હવે માત્ર એક જ દિવસનો મોકો બચ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીજા દિવસે કર્ણાટકમાં ભવ્ય રોડ શો કરી રહ્યા છે. તેમના રોડ શોમાં રોડની બંને બાજુ હજારોની ભીડ ઉમટી પડી હતી.

લોકોને પીએમને જોઈને ક્યારેક હાથ જોડી રહ્યા હતા તો ક્યારેક તેમના પર ફૂલ વરસાવી રહ્યા હતાં. આ તેમનો બીજો રોડ શો છે જે સવારે ૧૦ વાગ્યા પછી સ્ટાર્ટ થયો હતો. ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ આદેશ આપ્યો છે કે નીટની પરીક્ષાઓ હોવાથી આજનો કાર્યક્રમ ટૂંકો રાખવામાં આવે.પીએમ મોદીનો ચૂંટણી કાર્યક્રમ આજે સમાપ્ત થયો છે ૧૦ મેના રોજ મતદાન થવાનું છે. વડાપ્રધાને ચૂંટણી પ્રચારની કમાન સંભાળી ત્યારથી ભાજપને ફાયદો થયો છે. આ સિવાય કોંગ્રેસે પણ ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળનો ઉલ્લેખ કરીને પોતાના માથા પર મુસીબત લીધી હતી. હવે ભાજપ પ્રચારમાં આક્રમક જોવા મળી રહ્યું છે જ્યારે કોંગ્રેસ રક્ષણાત્મક દેખાઈ રહી છે. રોડ શો બાદ પીએમ મોદી શિવમોગા ગ્રામીણમાં રેલી પણ કરી હતી વડા પ્રધાન નંજનગુડના શ્રીકાંતેશ્ર્વરના પ્રખ્યાત મંદિરમાં દર્શન અને પૂજા સાથે ચાર રેલીઓ સાથે તેમના પ્રચારનો અંત કર્યો હતો.