નવીદિલ્હી,મણીપુરમાં હિસાને લઇને કોગ્રેસ નેતા શશી થરુરે પ્રદેશ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની લગાવાની માગ કરી છે. થરુરે કહ્યુ કે, મણીપુરના મતદાતને પોતાની સાથે દગો થયો હોવાનુ અનુભવી રહ્યા છે.
થરુરે કહ્યુ કે, ભારતીય જનતા પાર્ટીને મત કરનાર ફક્ત એક વર્ષ બાદ લોકો અંહિયા ખુદને ઠગવામાં આવવેલા હોવાનું અનુભવ કરી રહ્યા છે. મણીપુરુ હિસા બાદ તમામ સાચો વિચાર રાખનાર પોતાને પુછવુ જોઇએ કે, શુ થયુ તે સરકારનું જેણે ઘણા બધા વચનો આપ્યા હતા. લોકોએ પ્રદેશ સરકારને જે કામ માટે પસંદ કરી હતી તેને કરવામાં પુરી રીતે નિષ્ફળ ગઇ છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવુ જોઇએ. મણીપુરમાં મૈતેઇ સમાજ એકુકી આદિવાસીઓ વચ્ચે હિંસા ભડકી છે. જેવી રીતે મૈતેઇ સમુદાયને એસટી કેટેગરીમાં સમાવશ કરવાનો નિર્ણય કોર્ટે સંભળાવ્યો છે. ત્યાર બાદથી પ્રદેશમાં હિંસા ભડકી ગઇ છે. પ્રદેશમાં અંદાજે ૫૫ લોકોની મૌત થઇ ચૂકી છે. જ્યારે પબ્લીક પ્રોપર્ટીને આગ ચાપી દેવામાં આવી છે .
આ વચ્ચે પ્રદેશ સરકારે કફર્યુમાં થોડી રાહત જરુર આપી છે. મણીપુરના ચુરચંદપુરમાં રવિવારની સવારે લોકોએ ૩ કલાકના કર્ફ્યુમાં ઢીલ આપવામાં આવી હતી. જેથી તે જરૂરી ખરીદી કરી શકે. અંહિયા કલમ ૧૪૪ લાગુુ કરવામાં આવી છે. અને લોકોને સવારે ૭ થી ૧૦ સુથી કર્ફ્યુમાં ઢીલ આપવામાં આવી હતી . શનિવારની સાંજે ૩ વાગ્યાથી ૫ સુધી લોકોને કર્ફ્યુમાં ઢીલ આપવામાં આવી હતી. મુખ્યમંત્રી એન્ બીરેન સિહે ટ્વીટ કરીને લખ્યુ કે, ચુરચંદ્રપુરમાં કાયદો અને વ્યવસ્થા સારી થઇ રહી છે. હુ તે ખુદ અનુભવ કરી રહ્યો છુ. અંહિયા કર્ફ્યુમાં થોડી રાહત આપવામાં આવી છે.