૩૦ બાળકો પર બળાત્કાર કરીને હત્યા કરનાર બળાત્કારીએ ગુનો કબૂલ્યો, કોર્ટે દોષી ઠેરવ્યો

  • ભાણીને ઘસડીને નજીકના બીજા રૂમમાં લઈ ગયો અને ત્યાં પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો.

નવીદિલ્હી,દિલ્હીની રોહિણી કોર્ટે સગીર બાળકો સાથે બળાત્કાર અને હત્યાના કરવાના આરોપી રવિન્દર કુમારને દોષિત ઠેરવ્યો છે. રવિન્દરે પોતે રોહિણી કોર્ટમાં પોતાનો ગુનો કબૂલી લીધો હતો. કોર્ટમાં રવિન્દરે જણાવ્યું કે તેણે લગભગ ૩૦ સગીર બાળકો સાથે રેપ કર્યો હતો. જે બાદ આ બાળકોની પણ હત્યા તેના દ્વારા કરવામાં આવી હતી.

આ બાબતે વાત કરતા એડિશનલ સીપી વિક્રમજીત સિંહે કહ્યું કે આખરે બાળકોના પરિવારજનોને ન્યાય મળ્યો છે. જે બાળકો સાથે રવિન્દર કુમારે બળાત્કાર અને હત્યા કરી છે. તે બાળકોની આત્માને હવે શાંતિ મળશે. અમને અમારી ન્યાયિક વ્યવસ્થામાં પૂરો વિશ્ર્વાસ છે. કોર્ટ દ્વારા હવે જે પણ નિર્ણય લેવાશે તે યોગ્ય જ હશે.

આરોપી ઉત્તર પ્રદેશના કાસગંજનો વતની છે. તેણે કથિત રીતે દિલ્હી-એનસીઆર અને પશ્ર્ચિમ ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં ગુનાઓ કર્યા હતા. લગાવેલા આરોપો મુજબ, આરોપી દારૂ અને ડ્રગ્સનો વ્યસની છે અને નશાની હાલતમાં ગુના આચરતો હતો. તે બાળકોને મીઠાઈઓ આપીને લલચાવતો હતો અને પછી બળાત્કાર કરીને તેમની હત્યા કરતો હતો.

આજ પ્રકારે બુલઢાણામાં ૧૦ વર્ષની ભાણી પર બળાત્કાર કરનાર ૪૦ વર્ષના આરોપીની ધરપકડ પોલીસે કરી હતી. ખામગાંવ શહેર પોલીસે આરોપી મામા વિરુદ્ધ આઇપીસી કલમ ૩૭૬(છ),૩૭૭,૩૭૬ અને સંબંધિત કલમો ૪,૬,૮ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ૮ એપ્રિલની રાત્રે, આ નરાધમ તેની ૧૦ વર્ષની ભાણીને ઘસડીને નજીકના બીજા રૂમમાં લઈ ગયો અને ત્યાં પીડિતા પર બળાત્કાર ગુજાર્યો. આ દુષ્કર્મ બાદ તે તરત જ ત્યાંથી ભાગી ગયો હતો. પીડિતાએ આ ઘટના અંગે તેની માતાને જણાવ્યુ હતું. આ પછી પીડિતાની માતાએ શહેર પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી.