
મુંબઇ.આઇપીએલ ૨૦૨૩ ની ૫૦મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચની અસલી મજા અમદાવાદમાં બે જણા લઈ રહ્યા હતા. મેચમાં દિલ્હીની જીત સાથે જ અમદાવાદની હોટલમાં રહેલા બે સ્ટાર જબરદસ્ત ખુશ થયા હતા. બંનેએ વિરાટ કોહલીને કટાક્ષ કરતા નિશાન સોશિયલ મીડિયા પર તાક્યા હતા. શનિવારે ડબલ હેડર દિવસની બીજી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. દિલ્હીએ એક તરફી અંદાજમાં જીત મેળવી હતી. વિરાટ કોહલીની અડધી સદીની દિલ્હીના ઓપનરની આક્રમક રમતે ઝાંખી કરી દીધી હતી. બેંગ્લોરે શનિવારે જીત મેળવી હોત તો, પોઈન્ટ્સ ટેબલમાં મોટો ફાયદો તેમને જોવા મળ્યો હોત. પ્લેઓફની રેસ વધારે સરળ બની હોત. પરંતુ આ બધુ શનિવારનુ સપનુ હતુ અને દિલ્હીએ દિલ તોડી હોય એમ બેંગ્લોરની હાર લખી દીધી હતી. દિલ્હીએ પૂરો દમ બતાવતી રમત રમી હતી. દિલ્હી જ નહીં ક્રિકેટના ચાહકોને પણ રમત જોઈ આનંદ થયો હતો.
વિરાટ કોહલી પર કટાક્ષ કરીને નિશાન તાક્તી તસ્વીર અમદાવાદની હોટલમાંથી શેર થઈ હતી. લખનૌ સુપર જાયન્ટ્સના સ્ટાર ખેલાડી નવીન ઉલ હકે ગૌતમ ગંભીર સાથેની તસ્વીર શેર કરી હતી. તસ્વીર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની હતી. મેચમાં દિલ્હીની એક તરફી જીત સાથે જ આ તસ્વીર શેર કરતા કેપ્શનમાં કોહલી પર કટાક્ષ કરવામાં આવ્યો હતો. નવીને લખ્યુ હતુ કે, લોકો સાથે એવો જ વ્યવહાર કરવો જોઈએ જેવો તમે ઈચ્છતા હોય કે તે તમારી સાથે થાય. લોકો સાથે એવી રીતે જ વાત કરો, જેવી તમે ગોટ સાથે વાત કરવા ઈચ્છતા હોય.તો વળી ગૌતમ ગંભીરે પણ બળતામાં ઘી હોમવા રુપ તુરત જ રિપ્લાય કર્યો હતો. ગંભીરે લખ્યુ હતુ કે, જેવા છો એવા જ રહો. ક્યારેય ના બદલાવો. નવીને ગંભીરને રિપ્લાય કરતા કહ્યુ હતુ કે, ૧૦૦ ટકા સર. આ વાતચિત હવે ખૂબ ટ્રોલ થઈ રહી છે.
ઈકાના સ્ટેડિયમમાં લખનૌ અને બેંગ્લોર વચ્ચે રમાયેલી અંતિમ મેચમાં ગરમાગરમી ભર્યો માહોલ જોવા મળ્યો હતો. બેંગ્લોરે લખનૌ સામે તેના જ ઘરમાં જીત મેળવી હતી. મેચ દરમિયાન વિરાટ કોહલી નવીન ઉલ હક સાથે વિરાટ કોહલીની ઘર્ષણ સર્જાયુ હતુ. મેચ બાદ હાથ મિલાવવા દરમિયાન બંને વચ્ચે માહોલ તંગ જોવા મળ્યો હતો. ગંભીર આ દરમિયાન વચ્ચે આવ્યો હતો અને વાત સુધરવાને બદલે વધારે આગ પકડવા લાગી હતી. માહોલમાં ગરમા ગરમી થઈ ગઈ હતી. ગંભીર અને કોહલીને અંતે કેએલ રાહુલ અને અન્ય ખેલાડીઓએ મળી અલગ કર્યા હતા. આ પ્રકારના વ્યવહાર બદલ વિરાટ કોહલી પર મેચ ફીના ૧૦૦ ટકા અને નવીન ઉલ હકને ૫૦ ટકાનો દંડ લાગ્યો હતો.