લગ્ન પ્રસંગમાં નજીવી બાબતે વિખવાદ થતા લીલા તોરણે આવેલી જાન પાછી જતા અભયમ દાહોદની મધ્યસ્થી કરી લગ્ન સંપન્ન કરાવ્યા

દાહોદ,દાહોદ પાસેના ગામથી ધામધૂમથી લગ્ન કરવા આવેલી જાન લગ્ન મંડપ સુધી આવી ગઈ હતી અને નજીવી બાબતે વિખવાદ સર્જાતા વરરાજા લગ્ન કર્યા વગર પરત ફરતા વિમાસણમાં મુકાયેલ પરીવારે 181 મહિલા હેલ્પ લાઇનની મદદ લીધી હતી.અને અભયમ દાહોદના અસરકારક કાઉન્સિલિંગથી વર તેમજ ક્ધયાપક્ષ સંમત થતા વર-ક્ધયાના લગ્ન સંપન્ન થયા હતાં અને સુખરૂપે દીકરીને સાસરીમાં વળવતા પરિવારને હાશકારો થયો હતો. જેમાં અભયમ ટીમની કુનેહથી એક મંગલ પ્રસંગ આનંદદાયી બની જવા પામ્યો હતો.

મળતી માહિતી મુજબ નિર્ધારિત સમય કરતા જાન ઘણી મોડી આવતાં વ્યવસ્થા ખોરવાઇ હતી. જેથી વાતવરણ ઉગ્ર બન્યું હતું. જેમાં વરપક્ષે દિલગીરી વ્યક્ત કરતા મામલો શાંત પડ્યો હતો. ત્યારબાદ વરરાજાનો યોગ્ય ઉતારોના હોવાથી વર અને ક્ધયા પક્ષો વચ્ચે ફરીથી બોલાચાલી થયેલ જેથી વરપક્ષ લગ્ન કર્યા વગર જ પરત ફર્યાં હતાં. ઉપસ્થિત સગા સબંધીઓ અને ગામના વડીલોએ ઝગડો શાંત કરવાં પ્રયાસ હાથ ધર્યા હતા. પરંતું સમાધાન ન થતા આખરે મામલો શાંત પાડવા 181 મહિલા હેલ્પ લાઇનની મદદ લેવાતા અભયમની દાહોદ ટીમે બને પક્ષના વડિલો, સરપંચ અને આગેવાનોને સાથે રાખી અસરકારક રીતે વાતચીત કરી હતી. જેમાં થયેલ ગેરસમજ દૂર કરી હતી. જો લગ્ન રદ થાય તો બને પક્ષે સામાજીક આર્થિક અસર પડશે અને ફરીથી લગ્ન માટે આટલી મહેનત અને રૂપિયાની જરૂર પડશે, જે આજની મોઘવારીમાં મુશ્કેલ બની રહેશે. મધ્યમ વર્ગ માટે લગ્ન ખર્ચને પહોચી વળવા ઘણી મહેનત કરવી પડે છે. આ ઉપરાંત વર-ક્ધયા અને પરિવાર ઉપર ઘણી વિપરીત માનસિક અસર પહોંચવાની સંભાવના છે. આમ અસરકારતાથી સમજાવતા બને પક્ષ સમાધાન કરવા તૈયાર થયા હતા. સુખદ રીતે વર ક્ધયાના લગ્ન સંપન્ન થયા હતાં અને જાન ક્ધયાને સાસરીમાં સાથે લઇ ગયા હતા. જેમાં ઉપસ્થિત સૌ મહેમાનો અને આગેવાનો એ અભયમની કામગીરીના વખાણ કર્યા હતાં.