
દાહોદ,દાહોદ તાલુકાના નાની ખરજ ગામે દાહોદ-અલીરાજપુર હાઇવે પર સામેથી આવતી ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકે એસટી બસને ટક્કર મારતા બસ રોડની સાઈડમાં આવેલા નાળાની દીવાલ સાથે અથડાઈ હતી. જોકે, આ બનાવમાં સદ્દભાગ્યે કોઈ જાનહાની બનવા પામી નહોતી જોકે આ બનાવમાં ઘટના સ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસ એ કાર્યવાહી હાથ ધરી છે. જયારે ઘટનામાં એસટી બસ નો કાંચ તૂટતાં નુકશાન પહોંચવા પામ્યો છે. જોકે આ બનાવમાં મોટી દુર્ઘટના ટળી હતી.