દાહોદમાં ગોધરા રોડ ખાતે આવેલી ઇદગાહ કબ્રસ્તાન માંથી વકફ અને દાહોદ પાલિકાનો વિવાદ હલ થયા બાદ સ્માર્ટ રોડની કામગીરી શરૂ કરાશે : કલેકટર

દાહોદ,દાહોદ શહેર સ્માર્ટ સિટી તરફ અંગ્રેસર થઈ રહ્યું છે. તેવામાં દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત કેટલાક વિકાસના કામોનો આરંભ દેવામાં આવ્યા છે. તો કેટલાક વિકાસના કામો હાથ ઉપર લેવામાં આવ્યા છે. ત્યારે દાહોદ શહેરમાં સ્માર્ટ રોડમાં અવરોધરૂપ આવતા દબાણો વિશે કેટલીક જગ્યા ઉપર વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. તો હજુ કેટલીક જગ્યાઓ પર બુલડોઝર ફરવાનું બાકી છે. તેવા સમયે સ્ટેશન રોડના વેપારીઓ બેઠકોનો દોર તેમજ અધિકારીઓ જોડે મીટીંગો યોજી તેમની દુકાનોના દબાણો ન તોડવા માટે વિનંતીઓ કરવામાં આવે છે. તો બીજી તરફ પાલિકા દ્વારા વૈકલ્પિક સુવિધાઓ ઉભી કરવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી રહી છે. જેના વેપારીઓ દ્વારા જીલ્લા કલેકટર પ્રાંત અધિકારી મામલતદાર તેમજ પાલિકા ખાતેના અધિકારીઓ જોડે બેઠક તેમજ ચર્ચાઓ પણ કરવામાં આવી છે. ત્યારે દાહોદની મુસ્લિમ સમાજની ગોધરા રોડ ખાતે આવેલી ઈદગાહ કબ્રસ્તાન માંથી કેટલાય વર્ષોથી મુસ્લિમ સમાજ તેમજ પાલિકા દ્વારા રસ્તો કાઢવાની બાબતને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને હાલ તે મેટર હાઈકોર્ટમાં ચાલી રહી છે. તેવામાં દાહોદમાં ટ્રાફિકની સમસ્યાનો હલ લાવવા માટે દાહોદના એમ.એલ.એ. પાલિકા તેમજ વહીવટી તંત્ર મળી વકફના જીમ્મેદારો સાથે સંકલનમાં રહી અને બંનેની પાલિકા અને વકફની સર્વ સંમતિથી રોડ કાઢવા માટેની વાટાઘાટો ચાલી રહી છે. ત્યારે બંનેની સર્વ સંમતિ થઈ ગયા બાદ દાહોદના ભીલવાડા વિસ્તારમાંથી થઈ અને ઈદગાહ કબ્રસ્તાનમાંથી ગોધરા રોડ ભરવાડવાસ સુધી તે રસ્તો સ્માર્ટ રોડ કાઢવા માટેની યોજના મંજૂર કરવામાં આવી છે અને તેને લઈને જીલ્લા કલેકટર દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજ વકફ અને પાલિકાની સર્વ સંમતિથી ટૂંક સમયમાં તે વિવાદિત રોડનું હલ લાવી અને બંનેની સર્વ સંમતિથી વાટાઘાટો પૂર્ણ થયા બાદ ત્યાંથી સ્માર્ટ રોડનું કામ શરૂ કરવામાં આવશે, તેમ જીલ્લા કલેકટર દ્વારા માહિતી આપતા જણાવાયું હતું.