- પરીક્ષા શાંતિપૂર્ણ પૂર્ણ થતાંં તંત્રએ રાહતો શ્ર્વાસ લીધો.
- પ્રવેશ દ્વાર ઉપર હાઈ મેગા પીકસલ સીસીટીવી કેમેરા ગોઠવાયા.
ગોધરા,પંચમહાલ જિલ્લામાં યોજાયેલી તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થવા પામી છે. તલાટી કમ મંત્રીની પરીક્ષામાં કુલ 42 કેન્દ્રો, 489 પરીક્ષાખંડોમાં 14,650 ઉમેદવારોની નોંધણી થઈ હતી. જેની સામે 8,503 પરીક્ષાર્થીઓ એ તલાટી કમ મંત્રીની પરીક્ષા આપી હતી. શાંતિપૂર્ણ વાતવરણમાં પરીક્ષા પરિપૂર્ણ થતાં પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર એ પણ રાહતનો શ્ર્વાસ લીધો હતો. તમામ પરીક્ષા કેન્દ્રો સી.સી.ટી.વી કેમેરાથી સુસજ્જ, પરીક્ષા સબંધિત કોઈપણ માહિતી માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો હતો.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આજ રોજ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-3ની સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે-22 કેન્દ્રો ઉપર, કાલોલ ખાતે- 08 કેન્દ્રો ઉપર, હાલોલ ખાતે-09 કેન્દ્રો ઉપર અને શહેરા ખાતે- 03 કેન્દ્રો ઉપર મળીને કુલ 42 કેન્દ્રો ઉપર 489 પરીક્ષાખંડોમાં 14,650 ઉમેદવારો માટે પરીક્ષા યોજાઈ હતી. જેની સામે 8,503 પરીક્ષાર્થીઓ એ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. મંડળના નિયમો અને સુચનો અનુસાર તમામ પરીક્ષા કેન્દ્રોના પ્રવેશ દ્વાર ખાતે ઇંશલવ ખયલફાશડ્ઢયહ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. જેથી દરેક પરીક્ષાર્થી ઉમેદવારની ઓળખ વિડીયો રેકોર્ડીંગ મારફતે થઇ શકે. દરેક પરીક્ષા કેન્દ્ર ખાતે સીસીટીવી કેમેરાથી પરીસર તેમજ વર્ગખંડોને પણ સુસજ્જ કરવામાં આવ્યા હતા. કેન્દ્રોના પ્રવેશદ્વાર ખાતે પુરૂષ અને મહિલા ઉમેદવારોની ચકાસણી (ફ્રિસ્કિંગ) માટે અલગ અલગ વ્યવસ્થા તેમજ મહિલાઓ માટે ફ્રિસ્કિંગ પડદાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરીક્ષાર્થી ઉમેદવાર પરીક્ષા ખંડમાં કોલ લેટર, અસલ ઓળખપત્ર, પેન, સાદી કાંડા ઘડીયાળ લઇ જઇ શકશે. પરીક્ષાર્થી સ્માર્ટ-વોચ, મોબાઇલ, હેડફોન વગેરે જેવા ઇલેક્ટ્રિક ગેજેટ સાથે લઇ જઇ શકે નહી તે મુજબની ચકાસણી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી હતી.
બોક્સ:-
પંચમહાલ જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો ખાતે જરૂરી પોલીસ બંધોબસ્ત માટે એસ.પી.-01, ડીવાયએસપી-03, પોલીસ ઇન્સપેક્ટર-11, પોલીસ સબ ઇન્સપેક્ટર અને મદદનીશ સબ ઇન્સ્પેક્ટર-46, હેડ કોન્સટેબલ અને પોલીસ કોન્સટેબલ મહિલા સહિત- 294 તથા એસઆરપીના 1 સેક્શનની ફાળવણી કરી દેવામાં આવી હતી.
બોક્સ:-
ગુજરત રાજ્ય માર્ગ પરીવહન વિભાગ સાથે સંકલન કરીને બસના રૂટો રાબેતા મુજબ કાર્યરત રહે અને જરૂર જણાયે સત્વરે જરૂરી પગલા લેવા પંચમહાલ જિલ્લા એસ.ટી.વિભાગના નિયામક તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પરીક્ષાર્થીઓ પરીક્ષા સ્થળે જવા અને આવવા માટે કોઈપણ પ્રકારની અગવડતા કે મુશ્કેલી ના પડે તે માટે ત્રણેય જિલ્લાના મુખ્ય એસ.ટી. બસ મથકોએ 100 થી વધુ એક્સ્ટ્રા બસોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.