- દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રજાના દિવસે એક લાખ રુપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા છે.
- હાલ એસીબી કચેરીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો વધારાનો હવાલો સુપ્રત કરેલો
દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે મયુર પારેખને વધારાનો હવાલો સુપ્રત કરવામા આવેલ છે. તેઓ મૂળ ગાંધીનગર જીસીઈઆરટીમાં ફરજ બજાવે છે. તેઓ પર આ પહેલા પણ ગંભીર આક્ષેપો લાગેલા છે ત્યારે આજે દુધનુ દૂધને પાણીનુ પાણી થઈ ગયું છે. વાહનમાં નાણા મુકતા જ ઝડપી પાડવામા આવ્યાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખે ફરિયાદીની બદલી કરવા માટે 3 લાખની માંગણી કરી હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. ત્યારબાદ પણ મયુર પારેખે વધુ એક લાખની માગણી કરતા ફરિયાદીએ ગોધરા એસીબીમાં ફરિયાદ કરી હતી. જેથી છટકુ ગોઠવવામા આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયત સંકુલમા જ તેમનાસરકારી વાહનમા ફરિયાદીને એક લાખ રુપિયા મુકવા જણાવતા ફરિયાદીએ લાખ રુપિયા ગાડીમાં મુકતાની સાથે જ એસીબીએ પંચો રૂબરૂ નાણા કબજે લઈ મયુર પારેખની ધરપકડ કરી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. મયુર પારેખ એક સાથે ત્રણ જવાબદારીઓ સંભાળતા હતા
આશરે એક દોઢ માસ પહેલા જ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા કાજલ દવે પણ 10,000ની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. તે વખતે શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ ચાલુ હોવાથી માધ્યમિક શિક્ષણાધિકારીનો હવાલો પણ મયુર પારેખને જ સુપ્રત કરેલો છે. આમ તેઓ જીસીઈઆરટી ગાંધીનગર રીડર કાયમી અને દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી પદે એક સાથે ત્રણ જવાબદારીઓ સંભાળતા હતા.