દિલ્હીની એક હોસ્પિટલમાં મહિલા કર્મી સાથે હેવાનિયત, દાંત તોડીને દુષ્કર્મ આચર્યું

નવીદિલ્હી,દિલ્હીની હોસ્પિટલમાં દાંત તોડીને મહિલા સાથે દુષ્કર્મ કરવાની ઘટના સામે આવી છે. જેના પર સ્વાતિ માલીવાલે કહ્યું કે, ’ખૂબ ડરામણું…’ દિલ્હી પોલીસ ભલે ગમે તેટલો દાવો કરે, પરંતુ સત્ય એ છે કે, આજે પણ દેશની રાજધાનીમાં મહિલાઓ સુરક્ષિત નથી. દિલ્હીમાં બદમાશોનું મનોબળ એટલું ઉંચુ છે કે,તેઓ જ્યારે પણ ઈચ્છે ત્યારે ગુનાહિત ઘટનાઓ કરતા રહે છે.

તાજેતરનો મામલો દિલ્હીની જીબી પંત હોસ્પિટલમાં રેપની ઘટના સાથે જોડાયેલો છે. આ કેસમાં ૪૦ વર્ષીય મહિલા કર્મચારી પર તેના પરિચિત દ્વારા અમાનવીયતાની તમામ હદો વટાવીને દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો. અગાઉ યુવકે મહિલા પર જીવલેણ હુમલો કરી તેના દાંત તોડી નાખ્યા હતા અને બેભાન અવસ્થામાં તેના સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો.

યુવક પર આરોપ છે કે, તેણે પહેલા મહિલાના માથા પર ભારે વસ્તુ વડે હુમલો કરીને તેના દાંત તોડ્યા હતા. યુવકના આ હુમલામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આરોપીએ મહિલા સાથે બેભાન અવસ્થામાં દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. રેપની આ ઘટનાને અંજામ આપ્યા બાદ યુવક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

દિલ્હી પોલીસને ફરિયાદ મળ્યા બાદ રેપ અને ખૂની હુમલાની કલમો હેઠળ કેસ નોંયો છે. કેસ નોંયા બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. આ સાથે હોસ્પિટલમાં લાગેલા CCTV ફૂટેજને પણ સ્કેન કરવાની કામગીરી ચાલી રહી છે.

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલિવાલે આ મામલાને ગંભીરતાથી લઇને એક ટ્વીટ કર્યું છે કે, પીડિત મહિલા હુમલો કર્યા બાદ આરોપી યુવકે તમામ હદ વટાવી દીધી હતી. જીબી પંત હોસ્પિટલમાં એક મહિલા પર તેના પરિચિત દ્વારા રેપ અને ખૂની હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે. હોસ્પિટલમાં મહિલાની હાલત નાજુક છે.

આ મામલામાં ડીસીપી સંજય કુમાર સેને પીડિત મહિલા પર દુષ્કર્મ થયાની વાતને નકારી કાઢી છે. તેમનું કહેવું છે કે, મેડિકલ તપાસમાં જાણવા મળ્યું છે કે તેમના માથા પર કોઈ ભારે વસ્તુ વડે મારવાથી તેમના દાંત તૂટી ગયા છે.

તપાસમાં લાગેલી પોલીસનું કહેવું છે કે, આરોપી યુવક પીડિત મહિલાનો જૂનો પરિચય છે. તે વેઈટર તરીકે કામ કરે છે. પોલીસે મહિલાનું નિવેદન લીધા બાદ આરોપી યુવકની ઝિલમિલ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.

પોલીસ સ્ટેશનના જણાવ્યા મુજબ, ૨ મેના રોજ સવારે લગભગ ૮ વાગ્યે, જ્યારે પોલીસે મહિલાના ૨૦ વર્ષીય પુત્રને હોસ્પિટલમાં બોલાવ્યો, ત્યારે તેને માતા સાથે થયેલી નિર્દયતા વિશે જાણ થઈ. પુત્રએ આરોપ લગાવ્યો છે કે, પોલીસ આ મામલે પ્રકાશ પાડવાનો પ્રયાસ કરી રહી છે. યુવકના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થતાં માતાને લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલના ICUમાં  દાખલ કરવામાં આવી હતી. ૨ મેના રોજ જ મહિલાનું ઈમરજન્સીમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. પીડિતાના પુત્રના જણાવ્યા અનુસાર, તેની માતા આઇસીયુમાં વેન્ટિલેટર પર છે.