ગુજરાતમાં રાજકીય પાર્ટીઓને ડોનેશન આપીને ૪૦૦૦ હજાર કરોડની ટેક્સચોરી : આઇટી વિભાગની કાર્યવાહીથી ખળભળાટ મચ્યો

અમદાવાદ,ઇક્ધમટેક્સ વિભાગે રાજકીય પક્ષોને બોગસ ડોનેશન આપનાર કરદાતાઓને નોટિસ ફટકારી છે. એક સાથે ૪ હજાર લોકોને ઇક્ધમટેક્સ વિભાગે નોટિસ ફટકારતા ખળભળાટ મચી ગયો છે. આ લોકોએ ૨૩ જેટલા નાના-નાના રાજકીય પક્ષોને ડોનેશન આપ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર આ અંગેની તપાસમાં રાજકીય પક્ષોને ડોનેશન આપી કરચોરી થતી હોવાનો પણ ખુલાસો થયો છે. રાજકીય પક્ષોને ચેકથી દાન આપી રોકડમાં પૈસા પરત લેવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં રાજ્ય અને રાજ્ય બહારના એજન્ટોની પણ સંડોવણી સામે આવી છે. હાલ ઇક્ધમટેક્સ વિભાગ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રોકડ તેમજ ચેકથી થયેલા વ્યવહારોની તપાસ ચાલી રહી છે.

ઇક્ધમ ટેક્સ વિભાગે ભારતીય રાષ્ટ્રીય તંત્ર પાર્ટી, રાષ્ટ્રવાદી જનતારાજ પાર્ટી, નવસર્જન ભારત પાર્ટી, જનતાવાદી કોંગ્રેસ પાર્ટી, સત્તા કલ્યાણ, પાર્ટી ભારતીય જન ક્રાંતિ દળ, અપના દેશ પાર્ટી, રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી, સરદાર વલ્લભભાઈ પાર્ટી, લોકકલ્યાણ પાર્ટી, રાષ્ટ્રીય ક્રાંતિકારી સમાજવાદી પાર્ટી, જનસંઘર્ષ વિરાટ પાર્ટી, યુવા જન જાગૃતિ પાર્ટી, સૌરાષ્ટ્ર જનતાપ્રકાશ, મધરલેન્ડ નેશનલ પાર્ટી, લોક્તંત્ર જાગૃત પાર્ટી, ભારતીય ક્સિાન પરિવર્તન પાર્ટી, રાષ્ટ્રીય કોમી એક્તા પાર્ટી, લોકશાહી સત્તા પાર્ટી, ગરવી ગુજરાત પાર્ટી, ઈન્ડિયન સ્વર્ણ સમાજ પાર્ટી, જન મન પાર્ટી, ગુજરાત જનતા પંચાયત પાર્ટીને પણ નોટિસ ફટકારવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે, આવકવેરા વિભાગે ૮ મહિના પહેલા બોગસ ડોનેશન અને ટેક્સ કૌભાંડ મામલે અમદાવાદ સહિત રાજ્યભરમાં દરોડા પાડ્યા હતા આઇટી વિભાગે અમદાવાદમાં ૯૬ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન નાના રાજકીય પક્ષો પાસેથી આયકર વિભાગને રૂ. ૪ હજાર કરોડના ડોનેશનના હિસાબો મળી આવ્યા હતા. આ ઉપરાંત રાજકીય પક્ષો પાસેથી મળેલા દસ્તાવેજોમાંથી ડોનેશનના રૂ.૪ હજાર કરોડના વ્યવહારો મળી આવ્યા છે. તપાસમાં રાજકીય પક્ષો માટે દાન લઇને વ્યવસ્થિત કૌભાંડ આચરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. હવે આ મામલે આકરી કાર્યવાહી કરવામાં આવી છે.