
અમદાવાદ,વૈશાખી પૂનમ નિમિત્તે ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર અને વડતાલમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું ુપુનમ હોવાથી ભક્તોમાં આજે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ડાકોરમાં તો ભગવાન ભક્તો માટે વહેલા ઉઠ્યા હતા અને ભક્તોને દર્શન આપ્યા હતા. ડાકોરમાં આજે વહેલી સવારની મંગળા આરતીથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારે ૫:૧૫ વાગ્યે મંગળાઆરતી, જે બાદ ૮ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહ્યા હતા. આ બાદ ૮:૩૦ ભગવાનને ૩ ભોગ ધરાવવામાં આવ્યા હતા. આ પછી ૧૨:૩૦ સુધી ઠાકોરજીના રાજભોગ દર્શન પછી ૪ વાગ્યે મંદિર ખુલવામાં આવ્યું હતું આ દરમિયાન ઠાકોરજીને કેરીનો રસ અને દૂધભાત ધરાવાયા હતા. આ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય રાજધાની વડતાલ ખાતે પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું ભગવાન શ્રી હરીના દર્શન કરવા ભક્તો સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાંથી લોકો ઉમટ્યા હતાં

જયારે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં દર્શનદાન અર્પતા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન-ઘનશ્યામ મહારાજ, હરીકૃષ્ણ મહારાજને ચંદનના વાઘાના વિશિષ્ટતા સભર શણગાર ધરાવ્યા હતા. સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અનુજ્ઞાથી સદ્ગુરુ સંતોએ અવિસ્મરણીય ચંદનના કલાત્મક શણગારમાં અભયદાન અર્પતા સ્વામિનારાયણ ભગવાન-ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજની શણગાર આરતી ઉતારી હતી. શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર તથા કડીથી લાઇવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર કર્યા હતાં.આ ઉપરાંત ગુરૂ પૂણમાના દિવસે શ્રધાળુઓએ પોતાના ગુરૂની પુજા અર્ચના કરી હતી.જલારામ બાપાના મંદિર સહિતના મંદિરોમાં શ્રધાળુઓએ ગુરૂઓની પુજા અર્ચના કરી હતી આ ઉપરાંત આજના દિવસે નદીઓમાં આસ્થાનું સ્નાન કર્યું હતું
