મહીસાગરમાં ફરી એકવાર વાઘ દેખાયા હોવાની વાતોનું જોર પકડાયું : વન વિભાગ હજી સુધી પુષ્ટિ કરતુ નથી

ગુજરાતમાં વાઘ હોવાની ફરી એકવાર સાબિતી મળી છે. ખાનપુરના જેઠોલા ગામ પાસે ફરી એકવાર લોકોને વાઘ જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર વાધ દ્વારા ગાય પર હુમલો કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે વન વિભાગ દ્વારા વાઘની પુષ્ટિ કરાઇ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત મે મહિનામાં સંતરામપુર તાલુકામાં ઉબેર ટેકરા પાસે ફરી વાઘ દેખાયો હોવાનો ગામ લોકોએ પુષ્ટિ કરી હતી. ગામ લોકો દ્વારા મહીસાગરના વિસ્તારોમાં ફરતા વાઘનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

ગત ફેબ્રુઆરીમાં દેખાયો હતો વાઘ

ગત ફેબ્રુઆરી મહિનામાં મહીસાગરના જંગલમાં વાઘ દેખાયો હતો. જેના બાદ વનવિભાગે તેની શોધખોળ કરી હતી. પરંતુ વનવિભાગને મૃત વાઘ હાથ લાગ્યો હતો. વન વિભાગના કર્મચારીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન ઝાડીઓમાં ફસાયેલ અને કોહવાયેલ હાલતમાં વાઘનો મૃતદેહ મળી આવ્યો હતો. ગત વર્ષે જે વિસ્તારમાં વાઘ દેખાયો હતો તે વિસ્તારમાં વનવિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. વનવિભાગે ફોટોની તપાસ કરતા વાઘ ગઢ ગામ દેખાયા પૃષ્ટિ કરવામાં આવી હતી. વનવિભાગને વાઘના પંજાના નિશાન મળી આવ્યા હતા. જેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. મહત્વનું છે, કે અમદાવાદની વન વિભાગની ટીમ પણ વાઘ અંગે સર્ચ કરવા માટે પહોંચી ગઈ હતી.