દેશમાં કોરોના વાયરસના યૂકે સ્ટ્રેન ઝડપથી ફેલાઇ રહ્યો છે. બુધવારે દેશભરમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કુલ દર્દીઓની સંખ્યા વધીને 73 પર પહોંચી હતી. મંગળવારે દેશમાં 58 કેસ હતા.સ્વાસ્થ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડાઓ મુજબ કોરોના વાયરસના યૂકે સ્ટ્રેનથી અત્યાર સુધી 73 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. કોરોના વાયરસનો યૂકે સ્ટ્રેન પહેલાની સરખામણીએ 70 ટકા વધુ ઝડપથી ફેલાય છે.
બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોના વાયરસનો નવો વેરિયન્ટ સંક્રમણ ફેલાવાના મુદ્દે ખતરનાક સાબિત થઇ રહ્યો છે, મોટાભાગના કેસ બ્રિટનથી પહોંચેલા મુસાફરો કે સ્વદેશીઓ દ્વારા સંક્રમિત થયું હોવાનું સામે આવ્યું હતું.વિશ્વ સ્વાસ્થ સંગઠનનું આ મુદ્દે કહેવુ હતું કે સાવચેતીઓની મદદથી લોકો જાતે જ નવા સ્ટ્રેનથી બચીને રહી શકે છે જેના માટે ખાસ કરીને માસ્ક પહેરવુ, હાથ ધોતા રહેવુ અને સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનુ પાલન કરતા રહેવુ જરુરી છે