ઝાલોદ,ઝાલોદ તાલુકાના વરોડ મુકામે છેલ્લા ઘણા સમયથી ટોલ મેનેજરને અને હાઇવે ઓથોરીટીને લેખિત અને ટેલીફોનીક રીતે રજૂવાત કરવા છતાય આ રોડને નવિન બનાવવામાં આવી રહ્યો નથી. સરકારી ટેન્ડર ભરી ટોલ વસૂલનાર ફક્ત ટોલ ટેક્સ ઉઘરાવે છે અને રોડ ને લઈ સરકારનું અલગ ડિપાર્ટમેંટ છે. આ બંને અલગ હોવાથી રસ્તાની ખરાબ હાલત હોવા છતાય આવતા જતા મુસાફરોને ટોલ ટેક્સ ભરવો પડે છે.
બાંસવાડા થી લીમડી જતા બાયપાસ તેમજ લીમડી થી બાંસવાડા જતા બાયપાસ પર વરોડ મુકામે ટોલ ટેક્સ આવેલ છે. આ રોડ પર જવાબદાર તંત્ર દ્વારા બે જવાબદારી રીતે રોડની સારી સર્વિસ આપવામાં આવતી નથી છતાંય અહીંથી અવર જવર કરતા મોટા વાહનોને ટોલ ટેક્સ ભરવો પડે છે. તો કહી શકાય કે શું ટોલના રૂપે જવાબદાર તંત્ર દાદાગીરી પૂર્વક કાયદેસર રીતે મુસાફરોના ખિસ્સા કાપી રહ્યું છે કે શું…..? આવા સવાલો આ ટોલ રોડ પર થી અહીંથી નીકળનાર મુસાફરો કરતા હોય છે પણ સરકારી ટેન્ડર હેઠળ ટોલ ટેક્સ હોવાથી સુવિધા વગર પણ ટોલ ટેક્સ તો ભરવો પડે છે. અહીંથી નીકળનાર મુસાફરોને ટોલ ટેક્સ ભરતા મુસાફરોમાં નારાજગી પણ થતી હોય છે.
જવાબદાર તંત્ર દ્વારા રોડ ન સુધારાતા ઘણી વખત રોડ ની ખરાબ હાલતને લીધે ગંભીર અકસ્માતો પણ સર્જાયેલ છે અને કેટલીય વાર અકસ્માતોમાં અમુક મુસાફરોની મૃત્યુ પણ થયેલ છે,આના માટે જવાબદાર કોણ….? રોડ પર ખાડાઓ તેમજ ઝીણી કાંકરીઓ પણ પડેલ હોય છે, તેના લીધે પણ અકસ્માતો સર્જાય છે. તેમજ રોડ પરના ખાડા પણ રોડની ચાડી ખાતા હોય છે. જવાબદાર અધિકારીઓ રોડને બનાવવામાં જરાય રસ નથી, તો અહીંના રાહદારીઓનું માનવું છે કે આ રોડ હાઇવે જેવી કોઈ પણ જાતની રોડ સુવિધા નથી આપી રહ્યું તો વરોડ મુકામે આવેલ ટોલ ટેક્સ કાઢી નાખવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે. વળી આ તકલાદી રોડ પર થી વાહનની અવરજવર કરતા વાહનો ની હાલત પણ ખરાબ થઈ જાય છે. આ રોડ પર થી વાહનની અવરજવર વધારે થતી હોય તો વાહનનો મેન્ટેનન્સ ચાર્જ પણ વધી જાય છે. આવા સવાલો ને લઈ અવરજવર કરતા મુસાફરો દ્વારા રોડ સારી ગુણવત્તાનો આપો અથવા ટોલ ટેક્સ નાકુ વરોડ મુકામે થી હટાવે તેવી લોકમાંગ પ્રબળ બનવા પામી છે.