ગોધરા,ગોધરા તાલુકાના લસબાણીયા ગામે આવેલા મંદિર ફળિયામાં રહેતા વિઠલભાઈ ખોડાભાઇ સરાણીયાએ ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓના ઘરની પાછળ હિનાબેન શંકરભાઈ સરાણીયા એઠવાડો અને ગંદુ પાણી નાખી જતાં હતા. જેને લઇને વિઠ્ઠલભાઈએ હિનાબેનને જણાવ્યું હતું કે, મારા ઘર પાછળ ગંદુ પાણી કેમ નાખી જાવ છો. ત્યારે હિનાબેન અને તેઓના પતિ શંકરભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને વિઠ્ઠલભાઈ સાથે ઝપાપી કરીને અપશબ્દો બોલ્યા હતા. અનસ ફરી કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. તેમજ હીનાબેને વિઠ્ઠલભાઈ અને તેઓની પત્ની અનિતાબેનને ગડદા પાટુંનો માર માર્યો હતો. તેમજ શંકરભાઇએ અનિતાબેનને લાકડી વડે માર માર્યો હતો. ત્યારે સમગ્ર ઘટનાને લઈને ગોધરા તાલુકા પોલીસમથકે ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાવા પામી છે.