કર્ણાટક વિધાનસભા ચૂંટણીના ઢંઢેરામાં કોંગ્રેસે બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરતા મહીસાગરના લુણાવાડામાં પૂતળા દહન કરવામાં આવ્યું

લુણાવાડા,હાલમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બજરંગ દળનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. કોંગ્રેસે તેના મેનિફેસ્ટોમાં બજરંગદળ પર પ્રતિબંધ મૂકવાનું વચન આપતા વિરોધનો સૂર ઉઠ્યો છે. ત્યારે આજે મહીસાગર બજરંગ દળ અને વિશ્ર્વ હિન્દુ પરિષદે લુણાવાડાની લુણેશ્ર્વર ચોકડી ખાતે પૂતળાદહન કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. બજરંગદળ અને વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા ભારે વિરોધ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.મહીસાગર બજરંગ દળ અને ટઇંઙના કાર્યકર્તાઓએ કોંગ્રેસના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. બજરંગ દળના કાર્યકરોએ મહીસાગરમાં વિરોધ પ્રદર્શન કરી રોષ વ્યકત કર્યો હતો. સાથે જ જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેના મેનિફેસ્ટોમાં બજરંગદળ પર પ્રતિબંધ મૂકવાનું વચન આપતા સમગ્ર દેશમાં સૂર વિરોધનો ઉઠ્યો છે. અને ઠેર ઠેર બજરંગદળ અને વિશ્ર્વ હિન્દુ પરિસદ દ્વારા પૂતળા દહન કરી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે લુણાવાડા શહેરમાં પણ આજે વિરોધ નોંધાવી પૂતળા દહન કરવામાં આવ્યું હતું.