લુણાવાડા,મહીસાગર લુણાવાડાના એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો. કેસ ચાલી જતા ઈ.પી.કો.કલમ તેમજ પોકસો એકટ હેઠળ ગુનામાં તકસીરવાન ઠરાવીને આરોપી નીલેશભાઈ મનસુખભાઈ રાવળને ર0 વર્ષની સખત કેદ અને દંડના હુકમનો આદેશ.
કોર્ટ દ્વારા કાનુની સેવા સત્તા મંડળ મહીસાગરને ભોગબનનારને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ.
આ કેસની વિગત એવી છે કે, મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નાના અંબેલા ગામના આરોપી નીલેશભાઈ મનસુખભાઈ રાવળ નાઓએ સને 2022માં 16 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી પટાવી ભગાડી જઈ યૌનશોષણ કરેલ હોય આરોપી વિરૂધ્ધ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પોકસો એકટ તેમજ ઈ.પી.કો. કલમ મુજબ ગુનો નોંધાયા બાદ મહીસાગરના એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો. કેસ શરૂ થયો હતો. આરોપી વિરૂધ્ધ સદર કેસ ચાલી જતા અને સરકાર તરફે સરકારી વકીલ જયવીરસિંહ જે. સોલંકીની ધારદાર દલીલોને ગ્રાહય રાખી સ્પે.પોકસો જજ અને એડીશ્નલ સેશન્સ જજ જે.એન. વ્યાસે આરોપી નીલેશભાઈ મનસુખભાઈ રાવળને 20 વર્ષની સખત કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો અને ભોગ બનનારને કાનુની સેવા સત્તા મંડળ મહીસાગરને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો.