વિરપુર, બાલાસિનોર અને ખાનપુર તાલુકાના ખેડુતોના ઉનાળુ પાકને મોટુ નુકસાન

લુણાવાડા,સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈનુ પાણી બંધ કરાતા વિરપુર, બાલાસિનોર અને ખાનપુર તાલુકાના ખેડુતોના ઉનાળુ પાકને મોટુ નુકસાન થઈ રહ્યુ છે. આ અંગે ખેડુત મિત્રોના જણાવ્યાનુસાર સુજલામ સુફલામ કેનાલમાં પાછલા કેટલાય દિવસથી પાણી બંધ થઈ જતા ત્રણ તાલુકાના ખેડુતો પરેશાની ભોગવી રહ્યા છે. સતત બંને કાંઠે વહેતી સુજલામ સુફલામ કેનાલના કારણે ચાલુ સાલે ખેડુતોને ઉનાળુ પાકનુ મોટા પાયે વાવેતર કરેલ છે. પરંતુ પાછલા કેટલાય દિવસથી પાણી ન છોડાતા ખેડુતોને માથે આફત આવી પડી છે. જો સમયસર પાણી નહિ આવે તો ખેડુતોને ઉાળુ પાકમાં બાજરી, મકાઈ, મગ, લીલો ધાસચારો, શાકભાજી સહિતના પાકમાં મોટુ નુકસાન વેઠવાનો વારો આવી શકે તેમ છે. જયારે ત્રણેય તાલુકાના ખેડુતોની માંગણી છે કે, ઝડપી સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ કરવામાં આવે તેવી માંગ છે.