કર્ણાટકમાં ચૂંટણી આયોગએ અત્યાર સુધીમાં ૩૦૫ કરોડ કેશ, ૭૪ કરોડની દારુ, ૮૧ કરોડનું સોનુ જપ્ત કર્યુ

બેંગ્લુરુ,કર્ણાટક ચૂંટણીમાં જેવી રીતે પૈસાના દમ પર ચૂંટણી લડવાનો પ્રયાસ થઇ રહ્યો છે. તેના પર ચૂંટણી આયોગની બાઝ નજર છે. ચૂંટણી આયોગ અત્યાર સુધી રાજ્યમાં ૩૦૫ કરોડ કેશ, દારુ, ડ્રગ્સ વગેરે સીઝ કરી ચૂક્યુ છે. પ્રદેશમાં ૨૯ માર્ચે આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદથી ચૂંટણી આયોગે આ રકમ સીઝ કરી છે. આ પહેલાની ચૂટંણી ૨૦૧૮ માં ૮૩ કરોડ રૂપિયા ચૂંટણી આયોગે જપ્ત કર્યા હતા. પરંતુ આ વર્ષે ચૂટણીમાં આયોગે ૩૦૦ કરોડ રૂપિયા કરતા વધારે જપ્ત કર્યા છે. ચૂંટણી આયોગની તરફથી ૧૧૦ કરોડ રૂપિયા કૈશ ૭૪ કરોડ રૂપિયા દારુ, ૮૧ કરોડ રૂપિયાનું સોના ચાંદી, ૧૮ કરોડ રૂપિયાનું ડ્રગ્સ અને ૨૨ કરોડ રૂપિયાની ફ્રીબીજને જપ્ત કર્યુ છે.

ચૂંટણી આયોગે આ ચૂંટણીમાં અત્યાર સુધી કુલ ૨૩૪૬ કરોડ એફઆઇઆર નોધી છે. અધિકારીઓએ જણાવ્યું હતુ કે, ચૂંટણીની જાહેરાત પહેલા ૯ થી ૨૭ માર્ચ વચ્ચે ૫૮ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. મુખ્ય ચૂંટણી આયોગ રાજવી કુમારે ૨૦૫ કરોડ રૂપિયાનો જપ્ત કર્યાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, સ્થાનિક અધિકારીઓને જવાબદારી નક્કી હોવી જોઇે. જે પૈસાની તાકાતને ઓછી કરવામાં નિષ્ફળ જઇ રહ્યુ છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યુ કે પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાને સારી વ્યવસ્થા હોવી જોઇએ. તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે, તે સરહદી વિસ્તારોમાં પોતાનું અભિયાન વધારે. નિયમોનુ ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરે.

અધિકારીઓને કહ્યુ કે, સહરદી રાજ્યો બોર્ડર પર કડકાઇ અને પેટ્રોલિંગને વધારમાં આવે. તે ચૂંટણી કમિશ્ર્નર અરુણ ગોયલે અધિકારીઓને કહ્યુ કે, સામાન્ય લોકોને હેરાન કર્યા વગર ચોક્સાઇ વધારવામાં આવે. જણાવી દઇએ કે, કર્ણાટકમાં અત્યાર ૨૨૪ વિધાનસભા સીટો પર ૧૦ મે ને ચૂંટણી થવી જોઇે. જ્યારે ચૂંટણીની જાહેરાત ૧૩ મે ના રોજ થશે.