મુંબઇ,ડ્રગ તસ્કર મરહૂમ ઇકબાલ મિર્ચી સામે ઇડી મની લોન્ડરિંગના કેસની તપાસ ચલાવી રહી છે. જોકે મિર્ચી સામે નોંધાયેલા પોલીસ કેસની બે દાયકા જૂની ફાઇલો મળી રહી ન હોવાથી ઇડીના કેસોને અસર પહોંચી છે. ભારતમાં ચાલી રહેલ ઘણાં કેસમાં ફરાર એવી મિર્ચીનું લંડનમાં ૨૦૧૩માં મૃત્યુ થયું હતું.
મિર્ચી સામે મુંબઇ પોલીસે નોંધેલ વિવિધ કેસના બે દાયકા જૂના કાગળીયા મુંબઇ પોલીસના રેકોર્ડમાંથી ગુમ છે. તેમ છતાં આ સમસ્યાના સમાધાન માટે કોઇ પગલા લેવામાં આવતા નથી તેવો આરોપ ઇડીના સૂત્રોએ કર્યો હતો. ઇડીના સૂત્રોએ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે મની લોન્ડરિંગ કેસમાં ઇડીની તપાસ એ કેસ નોંધાયા પછીની નિરંતર પ્રક્રિયા હોઇ તેના એક ભાગરૃપે આરોપીના મૃત્યુબાદ પણ તે ચાલુ રહેતી હોય છે.
ઇડીએ થોડા સમય પહેલા મુંબઇ પોલીસને મિર્ચીના જૂના કેસ બાબતની ફાઇલો (પીએમએલએ કેસ સંદર્ભે) સુપ્રત કરવા જણાવ્યું હતું. આ સંદર્ભે મુંબઇ પોલીસે મિર્ચીની જૂની ફાઇલો ગુમ જણાવ્યું હતું. આ ફાઇલ ન મળવાથી ઇડીના કેસો ચોક્કસ અસર થશે પણ ઇડી હાલ આ સંદર્ભે મુંબઇ પોલીસનો લેખિતમાં પ્રત્યુતરમળે તેની રાહ જોઇ રહી છે. જેતી પીએમએલએ કોર્ટમાં તે રજૂ કરી શકાય.
ઇડીને આશા છે કે મુંબઇ પોલીસ પાસેથી મિર્ચીને લગતી ફાઇલો નહીં મળે તો ૨૦૧૯માં તામિલનાડુમાં તેની સામે નોંધાયેલ મની લોન્ડરિંગ કેસનો આધાર લઇ તેઓ આ સંદર્ભે રજૂઆત કરી શકશે. ઓકટોબર ૨૦૧૯માં તામિલનાડુના ચેન્નાઇમાં કિલ્પોક પોલીસ સ્ટેશનમાં મિર્ચીના એક નિકટના સાથીદાર હુમાયું મર્ચન્ટ સામે આઇડીબીઆઇ બેક્ધમાં બનાવટી કાગળીયાની મદદથી કેવાયસી કરાવવા પ્રકરણે ગુનો નોંધાયેલો છે.