ક્લબને જાણ કર્યા વગર સઉદી અરબ જવા બદલ મેસ્સીને પીએસજીએ કર્યો સસ્પેન્ડ: બે સપ્તાહ સુધી નહીં રમી શકે

નવીદિલ્હી,આર્જેન્ટીનાના સ્ટાર ટૉપ પ્લેયર લિયોનલ મેસ્સી પર તેના ક્લબ પેરિસ સેન્ટ જર્મનએ બે સપ્તાહનો પ્રતિબંધ લગાવી દીધો છે. ક્લબના જણાવ્યા પ્રમાણે મેસ્સી ક્લબને જાણ કર્યા વગર બે દિવસ માટે સઉદી અરબ ગયો હતો. ફ્રાન્સના સ્પોર્ટસ મીડિયા ડેઈલી લા ઈક્વિપેએ આ અંગેનો ખુલાસો કર્યો છે. અહેવાલો પ્રમાણે મેસ્સી બે સપ્તાહ સુધી પોતાની કલબ સાથે મુકાબલો રમી શકશે નહીં સાથે જ તેની પ્રેક્ટિસ ઉપર પણ રોક લગાવી દેવાઈ છે.

મેસ્સી સસ્પેન્શન દરમિયાન ટીમ ટ્રૉયઝ અને અિાંશિયો વિરુદ્ધ લીગ-૧ની બે મેચને મીસ કરશે. આ દરમિયાન મેસ્સીને બે સપ્તાહનું ચૂકવણું પણ કરવામાં આવશે નહીં. તે હવે ૨૧ એપ્રિલે લીગ વનમાં એક્સ-રે વિરુદ્ધ મેચમાં વાપસી કરશે.

ફ્રાન્સની લીગ-૧માં પીએસજી અત્યારે ૩૩ મેચમાં ૭૫ પોઈન્ટ સાથે ટોચ પર ચાલ રહ્યું છે. આ પછી માર્સૈય ટીમ ૭૦ પોઈન્ટ સાથે બીજા નંબરે છે. ૩૮ મેચની લીગમાં ટેબલમાં ટોચ પર રહેનારી ટીમ લીગ જીતે છે. અહેવાલો પ્રમાણે મેસ્સી પોતાની પાછલી ક્લબ એફસી બાસલોના સાથે ફરીથી જોડાઈ શકે છે. મેસ્સી ૨૦૨૧માં બાસલોના વતી પેરિસની ટીમમાં સામેલ થયો હતો. અહેવાલો પ્રમાણે ટીમના કોચ જાવી સાથે મેસ્સીના સંબંધ સારા છે અને કોચ તેને ટીમમાં ફરીથી પાછો લાવવા ઈચ્છી રહ્યા છે.