દાહોદ,દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના મારગાળા ગામના મછાર ફળિયાના સંબંધીના ઘરે પ્રસંગમાં હાજરી આપી પોતાની પત્ની અને 7 વર્ષીય દીકરી સાથે મોટર સાયકલ પર પરત ઘરે આવી રહેલા ઈસમ તથા તેની પત્ની અને દીકરીને મારી નાંખવાના ઈરાદે બલેનો ગાડીમાં બેસીને આવેલા બે ઈસમોએ તે ઈસમની મોટર સાયકલને પાછળથી ધડાકાભેર ગાડી અથડાવી રોડની સાઈડમાં પુલીયાના ખાડામાં મોટર સાયકલ સાથે પકડી દઈ ગંભીર ઈજાઓ પહોંચાડી તે ઈસમની પત્નીને ખેંચી બલેનો ગાડીમાં બેસાડી અપહરણ કરી લઈ ગયાનું જાણવા મળ્યું છે.
મારગાળા ગામના મછાર ફળિયામાં રહેતા કલ્પેશભાઈ રામાભાઈ મછાર તથા તેની પત્ની હંસાબેન તથા દીકરી 7 વર્ષીય આયુષી તેઓના સંબંધીના ઘરે લગ્નમાં હાજરી આપી પરતમ દિવસે રાતે પોતાના મોટર સાયકલ પર પરત ઘરે આવી રહ્યા હતા. તે દરમ્યાન રાત્રીના સાડા દશ વાગ્યાના સુમારે તેઓ ફતેપુરાના વાંકાનેર ગામે રોડ પર હતા તે વખતે બલેનો ગાડીમા આવેલા ઘાણીખુંટ ગામના રાહુલભાઈ રમેશ ઉર્ફે રમણભાઈ મકવાણા તથા ગોવિંદભાઈ લાલજીભાઈ દેવધાએ કલ્પેશભાઈ તથા તેમની પત્ની તથા દીકરીને મારી નાંખવાના ઈરાદે કલ્પેશભાઈની મોટર સાયકલ સાથે પાછળના ભાગે ધડાકાભેર અથડાવી રોડની સાઈડમાં પુલીયાના ખાડામાં મોટર સાયકલ સાથે પટકી દઈ કલ્પેશભાઈ મછાર તથા તેની પુત્રી આયુષીને ગંભીર ઈજાઓ કરી મારી નાંખવાની કોશીશ કરી કલ્પેશભાઈની પત્ની હંસાબેનને પકડી ખેંચીને બલેનો ગાડીમાં બેસાડી અપહરણ કરી લઈ નાસી ગયા હતા.
આ સંબંધે મારગાળા ગામના કલ્પેશભાઈ મછારે નોંધાવેલ ફરિયાદને આધારે સુખસર પોલીસે ધાણીખુંટ ગામના રાહુલભાઈ રમણભાઈ મકવાણા તથા ગોવિંદભાઈ લાલજીભાઈ દેવધા વિરૂધ્ધ ઈપિકો કલમ 307, 365, 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.