ગોધરાગોધરા એસ.આર.પી. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમ વખત રાવળ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પંચમહાલ દાહોદ વડોદરા માંથી 20 જેટલી ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો .
ગોધરા એસ.આર.પી. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમ વખત રાવળ સમાજ દ્વારા કિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, દેવગઢ બારીયાના પૂર્વ ધારાસભ્ય તુષારસિંહ બાબા તેમજ અભેસિંહ રાવળ, ગાજીપુર સરપંચ નરવતભાઈ રાવળ સહિત આ સમાજના અગ્રણીઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરાઈ હતી. રાવળ સમાજ દ્વારા પ્રથમ વખત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. જેમાં પંચમહાલ દાહોદ વડોદરા માંથી 20 જેટલી ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં તમામ રાવળ સમાજના ખેલાડીઓ ખેલ દિલી પૂર્વક આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમ્યા હતા અને તમામ ખેલાડીઓએ પોતાની ટીમને વિજેતા બનાવવા માટે આ ટુર્નામેન્ટમાં સારૂં એવું પ્રદર્શન કર્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને સમાજના અગ્રણીઓના હસ્તે રોકડ ઇનામ તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાવળ સમાજના અગ્રણી મહારાઉલ રાજકુમાર, વિજયસિંહ એડવોકેટ, જીતુભાઈ રાવળ, એડવોકેટ પ્રવીણભાઈ રાવળ ઈશ્ર્વરભાઈ રાવળ, જશવંતસિંહ રાવળ ધર્મપાલ સહિત રાવળ સમાજના આગેવાનોની ઉપસ્થિતિ રહયા હતા.