પંચમહાલ જીલ્લામાં પ્રથમ આવી શહેર, સમાજ, પરીવાર અને ડીવાઈન સાયન્સ એકેડમીનું નામ રોશન કરતી રૂકૈયાબેન ગુલામહુસેનવાલા

ગોધરા,ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું માર્ચ -2023નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ગોધરા કેન્દ્રનું પરિણામ 49.33% જયારે પંચમહાલ જીલ્લાનું પરિણામ 44.91 % અને રાજ્યનું પરિણામ 65.58 % આવ્યું હતું. ગોધરા શહેરમાં વિજ્ઞાન પ્રવાહમાં Divine Science Academy પંચમહાલમાં પ્રથમ ક્રમ મેળવેલ છે.

અંગ્રેજી માધ્યમની ગુલામહુસેનવાલા રૂકૈયા ઈબ્રાહીમ એ 99.36 PR, A2 ગ્રેડ સાથે અને ગુજરાતી માધ્યમમાં વિધાર્થી પ્રજાપતિ કલ્પ એ 97.03 A2, B1 ગ્રેડ સાથે પ્રથમ ક્રમે, દ્રિતીય ક્રમે નીકીશા એ 98.97 A2, તૃતીય ક્રમે હેમાંગી 95.01 PR, ચતુર્થ ક્રમે અકક્ષ પટેલ 94.02 PRસાથે પાસ થઇ શહેર, સમાજ પરીવાર નું નામ રોશન કરેલ છે. જેને લઈ ગોધરા શહેર સહિત જીલ્લાના અગ્રણીઓ એ પુષ્પગુચ્છ અર્પણ કરી અને અભિનંદન પાઠવેલ તેમજ સાથે સાથે Divine Science Academy માટે શુભેચ્છા સાથે હાર્દિક અભિનંદન પાઠવયાં હતાં.