ગોધરા શહેરના GEB કચેરી પાસેથી મારૂતી વાનમાંથી ઝડપાયેલો શંકાસ્પદ માંસનો જથ્થો ગૌમાંસ હોવાનું સામે આવતા શહેર B ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાઈ

ગોધરા,ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળ્યો હતો. ત્યારે બાતમી મળી હતી કે ગોધરા શહેરના વડોદરા રોડ તરફ એક ઈસમ પોતાની મારૂતિવાનમાં ગૌવંશની કતલ કરીને ગૌમાંસનો જથ્થો લઈને આવી રહ્યો છે. જેના આધારે પોલીસે નાકાબંધી કરતા બાતમી મુજબનો ઈસમ પોલીસની નાકાબંધી જોઈને કાર ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે વાનમાં તપાસ કરતા વાનમાંથી 18 કિલો શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવ્યો હતો. જે પોલીસે ગૌમાંસ હોવાની આશંકાએ તપાસ અર્થે મોકલ્યો હતો. જેમાં માંસના નમૂના ગૌમાંસ હોવાનું સામે આવ્યુ છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈને ફરાર થયેલા મારૂતિ વાનચાલક સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ કાયદા હેઠળ ગુનો નોંધાવા પામ્યો છે.